આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે વિશાળ મહિલા સંમેલન યોજાયુ, ડિજીટલ સ્વચ્છતા રથનું લીલી ઝંડી સાથે પ્રસ્થાન કરાયું

દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે વિશાળ મહિલા સંમેલન યોજાયુ

દાહોદ: શુક્રવારઃ  મહિલા  અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને –પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પ સાથે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન રાજયના ગ્રામ ગૃહ નિમાર્ણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને દાહોદ અનાજ મહાજન ત્રિવેણી સંકુલ ખાતે યોજાયુ હતુ. જેનું ઉદધાટન ભારત-સરકારના આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.

દિપપ્રગટ્ય સાથે મહિલા સંમેલનનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતું કે દેશમાં એક માત્ર દાહોદ નગરપાલિકાને સ્માર્ટસીટી અને દેશમાં ૧૧૫ જિલ્લઓના વિકાસ માટેની પસંદગીમાં પણ દાહોદ જિલ્લાને આવરી લેવાયો છે. ત્યારે શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહિલાઓના વિકાસ માટેની ખૂટતી કડીઓને પરિપુર્ણ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત કટિબધ્ધ રહેશે. પૌરાણિક કાળથી ભારત દેશમાં શાસ્ત્રોક્ત, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, સામાજિક રીતે મહિલાઓને સન્માન આપવામાં આવ્યું છે. સતી અહલ્યા બાઇ, વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, સરોજીની નાયડુ, સાવિત્રીબેન ફુલે, પુતળીબાઇ, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ વગેરેએ દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને મધ્યપ્રદેશના રાજયપાલશ્રીમતી આનંદીબેન પટેલે મહિલાઓના ઉત્કર્ષ માટે ઝુંબેશના ધોરણે મહિલાલક્ષી કાર્યક્રમો અને યોજનાઓ અમલિત બનાવવા સાથે અલાયદો વિભાગ ઉભો કરી ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું લેતાં આજે મહિલાઓ તમામ ક્ષેત્રોમાં નિર્ભયપણે ઝંપલાવી રહી છે. દેશની ૮ જેટલી મહિલાઓ અબજોપતિમાં ગણના થાય છે. દાહોદ શહેરના વિકાસમાં પણ હસુમતીબેન શેઠ, કલ્પનાબેન, હેમલત્તાબેન શેઠ અને અન્ય અગ્રણી મહિલાઓનો સિંહ ફાળો છે. અને તેમને ગરીબ બહેનો માટે મહિલા લક્ષી ગૃહ ઉધોગો શરૂ કરી ગરીબ બહેનોને તાલીમ સાથે રોજગારી પૂરી પાડી છે. પોતાને પણ આજે આ સ્થાન પર લઇ જવામાં પોતાના વર્ગ શિક્ષિકા સ્વ.પ્રેમલતાબેન બબેરીયા અને પોતાની માતાનો મોટો ફાળો છે. સરકારે મહિલાઓના ઉત્કર્ષ માટે આઝાદી પછી ૬૨૨૦૨ કરોડનું માતબર બજેટ, સાક્ષરતા દર ૫૭.૮૦ની જગ્યાએ ૬૯.૬૮ જેટલો વધારો, મહિલાઓને સ્ટેમ્પ ડ્યુટીમાં ફી માફી, વન અધિકાર પત્રો મહિલાઓના નામે, કન્યા લક્ષી શૈક્ષણિક કાર્યક્રમો- અભિયાનો, યોજનાઓ, સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ફીની સવલત, કુપોષણને દૂર કરવા ૩૦૦ કરોડની ફાળવણી, ઉજ્જવલા યોજના, બેટી બચાવો મહિલાલક્ષી નિર્ણયો લઇ આજે મહિલાઓને ઉચ્ચ સ્થાન અપાવ્યું છે. ત્યારે ભારત સરકારના ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા મહિાઓ સહિત તમામ નાગરિકો સહિયારા પ્રયાસો હાથ ધરીએ તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.   

ડિજીટલ સ્વચ્છતા રથનું લીલી ઝંડી સાથે પ્રસ્થાન કરાયું

રાજયના ગ્રામ ગૃહ નિમાર્ણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે ૧૯૦૮માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં મહિલાઓના એક ગૃપ દ્વારા ન્યાયિક વેતન, યોગ્ય કાર્ય પરિસ્થિતિ અને વોટ આપવા માટેનો અધિકાર મેળવવા માટે આગળ આવી હતી. ત્યારબાદ મહિલાઓની સમાનતા માટે માંગ ઝડપભેર વિશ્વના બીજા શહેરોમાં ફેલાઇ ગઇ. વર્ષ ૧૯૧૧ માં પહેલી વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામા; આવ્યો. આ દિવસે આોસ્ટ્રેલીયા, ડેન્માર્ક, જર્મની સહિત કેટલાય દેશોમાં મહિલાઓએ રેલી કાઢી હતી. દર વર્ષે ૮ મી માર્ચે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે.આ દિવસે મહિલાઓની બરાબરી, સન્માન અને તેઓના યોગદાનના સ્મરણાર્થે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ ૧૯૭૫ દરમિયાન મહિલાઓની સમસ્યાઓ અંગે વિચારણ કરી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. જે ચળવળના ફળ સ્વરૂપે ૧૯૯૧માં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી. જેનો ઉદેશ મહિલાઓને માટે આર્થિક પ્રવૃત્તિઓનું નિર્માણ કરી રાજ્યભરની ગરીબ મહિલાઓને વિકાસયાત્રામાં સાથે રાખી સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો છે.

ગુજરાત સરકારે મહિલાઓને પોલીસ ભરતી સહિતની તમામ સરકારી નોકરીઓમાં ૩૩ ટકા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૫૦ ટકા નેતૃત્વ સહિતના મહત્વના લાભો આપ્યા છે. રાજય સરકારે મહિલા સશક્તિકરણ માટે કરેલી આરોગ્ય, શિક્ષણ, રોજગારી અને બહુવિધ ક્ષેત્રની કામગીરી અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની છે. સુરક્ષા સેતુ યોજના દ્વારા મહિલાઓને સ્વરક્ષ માટે નિઃશુલ્ક તાલીમ, નારી સુરક્ષા માટે ૧૮૧ અભયમ ૨૪ કલાક હેલ્પલાઇન,મહિલાઓના ન્યાય માટે ૧૮૪ અલાયદ મહીલા અદાલતો, પશુપાલનના વ્યવસાય દ્વારા આર્થિકરીતે પગભર બનાવવા મહિલા સંચાલિત દૂધ મંડળીઓને ૩૦૦ ચોરસમીટર જમીન અને મંડળીના મકાન બંધકામ માટે રૂપિયા પાંચ લાખની સહાય આપવામાં આવે છે. દેશના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું છે કે કોઇપણ પ્રદેશ અથવા સમાજ કે સંસ્કૃત્તિના સર્વાંગી વિકાસના પાયામાં પ્રત્યેક મહિલાનું પ્રદાન નોંધનીય છે. તેઓના માર્ગદર્શનથી ૨૦૦૭ના વર્ષમાં રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તરીકે અલાયદા વિભાગની રચના કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે છેલ્લા દોઢ દશકમાં તબક્કા વાર મહિલા વિકાસ માટે ઘણા ફ્લેગશીપ કાર્યક્મોની ભેટ આપી છે. બેટી બચાવો બેટી વધાવો અભિયાન, કન્યા કેળવણી રથયાત્રા, સરસ્વતી સાધના યોજના મુખ્યમંત્રીશ્રી મા અમૃત્તમ યોજના, કન્યાઓ માટે નિઃશેલ્ક શિક્ષણ વગેરે યોજનાઓના લાભો થકી દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મહિલાઓની બહેતર સ્થિતિનું નિર્માણ કર્યું છે. ગુજરાતમાં દીકરીનો જાતિપ્રમાણ ૮૪૮ એ પહોંચ્યો છે. દિકરીના જન્મ પ્રમાણ સામે જનજાગૃતિ કેળવાય અને દીકરીના જન્મ પ્રત્યે સમાજની સંવેદનશીલતા વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૮ મી માર્ચે જન્મ લેનારી પ્રત્યેક દીકરીના જન્મને નન્હીપરી અવતરણ તરીકે વધાવી લેવામાં આવશે. તેમ જણાવતાં રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે મહિલાઓએ જાગૃત થઇ યોજનાઓનો લાભ લેવા આહ્વાન કર્યુ હતુ.

માતા યશોદા એવોર્ડ વિજેતા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તથા પ્રતિભાવંત મહિલાઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું

 જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના, આરોગ્ય ક્ષે્ત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર, રમતગમત ક્ષે્ત્રે  આગવી પ્રતિભા હાંસલ કરનાર, જિલ્લા કક્ષાએ અને ઘટક કક્ષાએ માતા યશોદા એવોર્ડ વિજેતા ૮૭ બહેનોનું મંત્રીશ્રીઓ, મહાનુભાવો તથા અધિકારીઓના હસ્તે શાલ ઓઢાડી, પરિતોષિક ચેક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બેટી બચાવો, મહિલા સન્માન, પોષણક્ષમ આહાર, સ્વચ્છતા ઉપર આરોગ્ય વિભાગ, આઇ.સી.ડી.એસ વિભાગ, નગરાળા એમ.એસ.ડબલ્યુ કોલેજ બહેનોએ નાટક, કવ્વાલી જેવા સાંસ્કૃતિક કાર્યક્મો રજૂ કર્યા હતા. આ કાર્યક્મમાં સ્વાગત પ્રવચન કલેક્ટરશ્રી જે.રંજીથકુમારે, સંચાલન નાયબ મામલતદારશ્રી રમેશ પરમારે તથા આભારવિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.વી.ઉપાધ્યાયે કરી હતી.   

આ સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલ મયાત્રા, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી પ્રેમ વિરસીંઘ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એમ.ખાંટ, ઇ.એમ.ઓ અને પ્રોગ્રામ ઓફિસર ર્ડા. દિલીપ પટેલ,  ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટરશ્રી સધીર લાલપુર વાલા,  જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી રમિલાબેન ભુરીયા, ધારા સભ્યશ્રીમતી ચંન્દ્રિકાબેન બારીયા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, નગરપાલિકા પ્રમુખશ્રીમતી સંયુકતાબેન મોદી, મહિલા અગ્રણીશ્રીમતી વિણાબેન પલાસ, જિલ્લા તાલુકાના અધિકારીઓ- પદાધિકારીઓ, મહિલા અગ્રણીઓ, છેવાડાની મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિજીટલ સ્વચ્છતા જાગૃતિ રથનું સાથે મંત્રીશ્રીઓએ લીલી ઝંડી આપીના પ્રસ્થાન કરાવ્યું હતું.  આ સંમેલનમાં જુદા જુદા વિભાગો દ્વારા મહિલા લક્ષી પ્રદર્શન સ્ટોલો ગોઠવવામાં આવ્યા હતા.

Leave a Reply