Jio 4g, Jio internet speed, Jio APN settings, Dahod news

Jio કે મરો

તમે jio 4g ઈન્ટરનેટ વાપરો છો? અને તમેં પણ ઈન્ટરનેટ સ્પીડ થી પરેશાન છો?

તો આ પોસ્ટ તમારા માટે છે. દાહોદ શહેરમાં મોટા ભાગના મોબાઈલ યુસર jio નું જ સિમ વાપરતા હશે, ખાસ કરીને ઈન્ટરનેટ માટે અને કોલિંગ માટે. હવે વાત એમ છે કે છેલ્લા ૧૫-૨૦ દિવસ થી jio 4G ઈન્ટરનેટ 2G ઈન્ટરનેટ કરતા પણ સ્લો ચાલે છે. બજાર માં બધાજ jio સીમના વપરાશકર્તા આજકાલ ઈન્ટરનેટ સ્પીડ ના કારણે ખુબ પરેશાન છે અને આ ચર્ચા પણ દરેકની જીભ પર છે.

મારા ઘણા મિત્રોએ પણ મને ફોન કરી પૂછ્યું કે jio માં સ્પીડ નથી આવતી, તો શું મારા મોબાઈલમાં પ્રોબ્લેમ છે કે સેટિંગ કરવાનું છે? જો કે હવે બધાને ખબર પડી ગઈ કે આ સમસ્યા દરેક jio યુસર્સની છે. બધાએ jio કસ્ટમર કેર માં સંપર્ક કર્યો, પણ કોઈ સંતોષકારક પરિણામ ના મળ્યું.

આ જ રીતે હું પણ jio ઈન્ટરનેટ સ્પીડ થી ખુબ હેરાન હતો એટલે મેં પણ jio કસ્ટમર કેર માં સંપર્ક કર્યો, પણ મને પણ કોઈ સંતોષકારક પરિણામ ના મળ્યું. એટલે મેં jio નો સંપર્ક ફેસબુક અને ટ્વિટટેર પર તેમાં પેજ પર મેસેજ પોસ્ટ કર્યો અને થોડી જ વારમાં મને રિપ્લાય મળ્યો કે

“Your service request number is SR00000I0TGI.  You will receive an update by 23/02/2018 21:54. To check the status of your service request using MyJio App, click  https://www.jio.com/servicerequest?id=1”

એટલે મેસેજ પ્રમાણે છેલ્લું સમાધાન મળે એ માટે મારે ૪૮ કલાક રાહ જોવાની હતી. હવે ૪૮ કલાક પછી (૨૩ ફેબ્રુઆરી) બીજો મેસેજ મળ્યો જેમાં આ પ્રમાણે મેસેજ હતો

“Dear Customer,

Your Service Request no. SR00000I0TGI related to connectivity issues has been processed. We would like to inform you that a Jio site has been planned in your area. Site should be live in 60 Days after which you will enjoy seamless 4G network. If you are not satisfied with the resolution, you can call us on 199 from your Jio number or raise an appeal with our Appellate.

Thank You,

Team Jio”

હવે આ મેસેજ પ્રમાણે jio કંપની વાળા જણાવે છે કે આપણા દાહોદમાં Jio ના યુસર્સને સારી અને ઉત્તમ સ્પીડ મળે તે માટે દાહોદમાં નવી સાઈટ ડેવલોપ કરે છે અને આ સાઈટ ડેવલોપ થવામાં લગભગ ૬૦ દિવસ લાગશે. આ મેસેજ વાંચીને મેં કંપનીના કસ્ટમર કેર માં ફોન કર્યો અને આ ૬૦ દિવસ વાળા મેસેજનો ખુલાસો કર્યો.

ટૂંકમાં દાહોદવાસીઓએ જે jio 4G નો વપરાશ કરે છે તેમને બીજા ૬૦ દિવસ સુધી આવી સ્લો (GPRS ) વળી સ્પીડ થી કામ ચલાવવું પડશે. અથવા બીજી ટેલિકોમ કંપનીના સિમ લેવા પડશે. ભલે તમે jio માં 4G સ્પીડ માટે જે રૂપિયા ભર્યા છે તે તો ગયા કેમકે કંપની સાથેની મારી વાતચીત પ્રમાણે તો એમ જ લાગે છે.

એટલે સાઈઠ દિવસ સુધી તો Jio ધન ધનાધન, આગળ ખબર નહિ !

PLEASE COMMENT BELOW

Comments

Leave a Reply