aadhar update online, details mismatch in PAN with Aadhaar, Link Aadhaar with PAN

પાન કાર્ડ – આધાર કાર્ડ લિંક કરવામાં ડિટેઈલ્સ મેચ નથી થતી ? તો અહીંયા છે એનું સમાધાન

Aadhaar-PAN Linking: In Case Of Mismatch

સરકારે આધાર સાથે પાનકાર્ડ લિંક કરવા માટેની મુદત ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી લંબાવી દીધી છે.
આપણે સૌ જાણીએ છીએ કે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું જરૂરી થઇ ગયું છે. અને જો આધાર કાર્ડ સાથે પાન લિંક કરવામાં નહી આવે તો, વ્યક્તિના પાનકાર્ડના ભાવિ વ્યવહારો અમાન્ય ગણવામાં આવશે. હવે એવામાં કેટલાક લોકો ને પાન કાર્ડ જોડે આધાર લિંક કરતી વખતે અમુક ડેટાઇલ્સ મિસમેચ થાય છે અને તેમનું આધાર કાર્ડ લિંક નથી થતું.

હવે લિંકિંગ પ્રક્રિયા દરમ્યાન લોકોને અમુક પ્રાયોગિક પડકારોનો સામનો કરવો પડે છે. જેમકે, પાન ડેટાબેઝ અને આધાર ડેટાબેઝ મુજબ જન્મ તારીખ અથવા નામ મિસમેચ થવા. પણ હવે તમારે આ સમસ્યાથી ઘબરાવાની જરૂર નથી. જો તમને પણ આજ સમસ્યા છે તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચો.

સમસ્યાનું સમાધાન:

સૌ પહેલા તમારે ઈન્ક્મટેક્સની વેબસાઈટ  ખોલો. ત્યાર બાદ મેનુમાંથી  “Link Aadhaar  પર ક્લિક કરો. આ લિંક ઓપન થાય પછી તેમાં તમારો પાન નંબર તથા આધાર નંબર ટાઈપ કરો. ત્યાર બાદ ફોર્મમાં દર્શાવેલા પ્રમાણે તેમાં તમારું નામ અને બીજો વિગતો ભરો. અને “Submit બટન પર ક્લિક કરો. હવે આધાર ઓથોરિટી આ ડિટેઈલ્સ વેરીફાઈ કાર્ય પછી તમારું આધાર અને પાન લિંક સુનિશ્ચિત કરશે.

અને ડીટાઈલ્સમાં જો કોઈ મામૂલી ફેરફાર જણાશે – જેમકે આધારકાર્ડ પ્રમાણે તમારું નામ મેચ નથી, આવા સંજોગોમાં ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તમેને OTP મોકલવામાં આવશે, જે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર આવશે. જે તમારે વેબસાઈટમાં ટાઈપ કરવાનો રહેશે. અને ત્યાર પછી વેરિફિકેશન થયા બાદ તમારું આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક થઇ જશે.

ઓનલાઇન અપડેટ

જો તમારી પાનકાર્ડની વિગતો બદલવાની જરૂર છે, તો તમે ઈન્ક્મટેક્સ વિભાગની વેબસાઇટ- incometaxindia.gov.in દ્વારા જાતે જ ઓનલાઇન અપડેટ કરી શકો છો. અને જો તમારી આધારકાર્ડની વિગતોને અપડેટ કરવાની આવશ્યકતા છે, તો તમે ઓનલાઇન અથવા આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને કરી શકો છો. આધાર ઓનલાઇન ઉપડૅટ કરવા માટે આ લિંક ઓપન કરો – https://uidai.gov.in/enrolment-update/aadhaar-enrolment/aadhaar-data-update.html

આશા છે, ઉપરોક્ત માહિતી તમને જરૂર મદદરૂપ નીવડશે. છતાં પણ કોઈ સમસ્યા જણાય તો તમે કમેન્ટ બોક્સ માં જણાવી શકો છો.

Leave a Reply