દાહોદ સ્થિત લોકો કેરેજ અને વેગન કારખાનામાં પીઓએચ ક્ષમતામાં વૃધ્ધિ અને તેના આધુનિકરણનું ભૂમિ પૂજન તથા સંવર્ધિત વેગન શોપ મેઇનટેનન્સ ક્ષમતાનું લોકોર્પણ કરતા કેન્દ્રીય રેલ રાજય મંત્રી રાજેન ગોર્હાંઇ

પરેલ વિસ્તારમાં આવેલ લોકો, કેરેજ અને વેગન કારખાનામાં પીઓએચ ક્ષમતામાં વૃધ્ધિ અને તેના આધુનિકરણનું ભૂમિપૂજન

બુધવારઃ-દાહોદ પરેલ વિસ્તારમાં આવેલ લોકો, કેરેજ અને વેગન કારખાનામાં પીઓએચ ક્ષમતામાં વૃધ્ધિ અને તેના આધુનિકરણનું ભૂમિપૂજન અને સંવર્ધિત વેગન શોપ મેઇટેનન્સ ક્ષમતાના લોકાર્પણ ભારત સરકારના રેલ રાજયમંત્રીશ્રી રાજેન ગોર્હાંઇ અને ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે એસીડબબલ્યૂ વર્કશોપ ગેટ, પશ્વિમ રેલવે,દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય રેલ રાજયમંત્રીશ્રી રાજેન ગોર્હાંઇએ પ્રાસંગોચિત પ્રવચન

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલ રાજયમંત્રીશ્રી રાજેન ગોર્હાંઇએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશમાં તમામ ક્ષેત્રે ઝડપભેર વિકાસ થઇ રહયો છે. ઐતિહાસિક એવા દાહોદ પરેલ વિસ્તારમાં કારખાનાની સ્થાપના ૧૯૩૧માં થઇ હતી. પહેલા આ કારખાનામાં ૪૫૦ વેગન પીઓએચની કામગીરી થતી હતી તે વધારીને હવે ૭૫૦ની કરવામાં આવી છે. આ કાર્યપૂર્ણમાં દર માસે ૧૫૦ વૈગન એટલે કે પ્રતિ વર્ષે ૧૮૦૦ વૈગનની કામગીરી હાથ ધરાશે. દાહોદના આ કારખાનામાં રેલવેને લગતી કામગીરીમાં ઉતરો ઉતર વધારો-વિસ્તૃતિકરણ થઇ રહયું છે. જે જિલ્લા અને દેશના વિકાસને વધુ વેગ આપશે. ત્યારે આ વિકાસ યાત્રામાં સૈાને સહભાગી થવા રેલ રાજયમંત્રીશ્રીએ  આહવાન કર્યું હતું.

સરકારના આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર : પ્રવચન

આ પ્રસંગે ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે  જણાવ્યું હતું કે રાજયના તત્કાલિક મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રીએ ત્રણ રાજયોની સરહદે આવેલા દાહોદને એક આગવી ઓળખ આપી હતી. તેમાંય દેશમાં માત્ર એક દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સીટી તરીકે પસંદગી કરી દાહોદ જિલ્લાના વિકાસ માટે એક નવું મોરપીંછ ઉમેર્યું છે.  દાહોદ ખાતે પાસપોર્ટ ઓફિસ શરૂ કરતાં હવે લોકોને પાસપોર્ટ માટે બહાર જવું પડતું નથી એક વર્ષમાં ૧૫૦૦૦ પાસપોર્ટની કામગીરી કરવામાં આવી છે. અનાસ ટાંડાને જોડતો બ્રીજ ૧૫ કરોડના ખર્ચ કેન્દ્રીય વિધાલયની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. આમ, છેલ્લા માત્ર ચાર વર્ષમાં દાહોદ અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારે ૫૫૩ કરોડ ફાળવ્યા છે. ત્યારે આ કારખાનામાં થઇ રહેલી અત્યાધુનિક નવીનિકરણની કામગીરી થકી દાહોદની આગવી ઓળખ દેશ  અને દુનિયામાં થઇ રહી છે.

 આ કાર્યક્રમમાં પ્રશ્વિમ રેલવેના અપર પ્રબંધક શ્રી રાહુલ જૈને સ્વાગત પ્રવચન કરતાં પશ્વિમ રેલવે અને દાહોદ વર્કશોપની સંપૂર્ણ વિગતો પૂરી પાડી હતી. જયારે આભાર વિધિ પરેલ, મુખ્ય કારખાના પ્રબંધકશ્રી  એન.ડી.શાકયવરે કરી હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં અહીંની પરંપરંગાત સંસ્કૃતિ પ્રમાણે  રામઢોલ અને રાઠવા આદિવાસી લોકનૃત્ય સાથે મંત્રીશ્રીઓનું  ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું જયારે દાહોદ સાંસદ અને કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે રેલવે રાજયમંત્રીશ્રી રાજેન ગોર્હાઇનું બંડી  અહીંની આગવી ઓળખ સમા બંડી-સાફો-તીર-કામઠા સાથે જયારે જિલ્લાના મહાનુભાવો દ્રારા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં કલેકટરશ્રી જે.રંજીથ કુમાર પ્રદેશ અગ્રણીશ્રી અમિત ઠાકર, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, નગરપાલિકા પ્રમુખસુશ્રી સંયુકતાબેન મોદી, સામાજીક કાર્યકરો સર્વે શ્રી નરેન્દ્ર સોની, શ્રી બી.ડી વાધેલા, રેલવેના અધિકારીઓ- કર્મચારીઓ, અગ્રણીઓ, જિલ્લા-તાલુકાના અધિકારીશ્રીઓ પદાધિકારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા છેલ્લે કેન્દ્રીય  રેલવે રાજયમંત્રીશ્રી અને આદિજાતિ રાજયમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી.

                    

                               ૦૦૦૦૦૦૦

Leave a Reply