whatsapp tricks, whatsapp tips, android, mobile, messaging, bold writing app, italic, font

WhatsApp ની કેટલીક જાણવા જેવી ટિપ્સ અને ટ્રિક્સ

WhatsApp : ટિપ્સ & ટ્રિક્સ

આપણે બધા જ WhatsApp નો ઉપયોગ કરીએ છીએ, પણ શું તમે એની ખાસ ખૂબીઓ ભરેલી ટિપ્સ અને ટ્રિક્સ વિષે જાણૉ છો ? આજે WhatsApp ના લગભગ એક અબજથી પણ વધુ વપરાશકર્તાઓ છે. દરેક નવા અપડેટ દરમ્યાન તેમાં નવી સુવિધાઓને સક્રિયપણે ઉમેરવામાં આવે છે. જો તમે વારંવાર વ્યાવસાયિક અથવા વ્યક્તિગત કારણો માટે WhatsApp નો ઉપયોગ કરો છો અને તમારા આ અનુભવને વધારવા માટેના માર્ગો શોધી રહ્યા છો, તો અહીં કેટલીક ઉપયોગી ટીપ્સ છે જેનો તમે લાભ મેળવી શકો છો.

WhatsApp સંદેશાઓના ફોન્ટ બદલો, બોલ્ડ, ઇટાલિક

તમે પણ તમારા WhatsApp સંદેશાઓ ફોન્ટ્સ બદલી કરી શકો છો. આમ કરવા માટે સંદેશ લખીને પછી તમે ફોર્મેટ કરવા માંગો છો તે લખાણનો ભાગ દબાવો. એટલે તમને ફોન્ટ ને બોલ્ડ, સ્ટ્રાઇકથ્રૂ, અથવા ઇટાલિકમાં બદલવાનો વિકલ્પ મળશે. જો આ ઓપ્શન ના હોય તો તમે નીચે બતાવેલી રીતે પણ ફોન્ટ ને બોલ્ડ, સ્ટ્રાઇકથ્રૂ, અથવા ઇટાલિકમાં લખી શકો છે:

*ABC* = ABC

_ABC_ = ABC

~ABC~ = ABC

ડીલીટ કરેલા સંદેશા વાંચો

તમારા મિત્રોએ તેમના વહાર્ટસપ માંથી તમને મોકલેલા પણ ડીલીટ કરેલા સંદેશાઓ વાંચવાની એક ટ્રીક છે. સૌ પહેલા ગૂગલ પ્લે સ્ટોર માં જઈ notification log app નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સૂચના વાંચવા માટે ઍક્સેસ આપો. આ એપ્લિકેશન તમામ ઇનકમિંગ સૂચનાઓનો લોગ રાખશે અને જ્યારે તમે કોઈ સૂચનાને પુનર્પ્રાપ્ત કરવા માંગો છો તે પ્રાપ્ત થઈ જશે.

સેન્ડ કરેલા મેસેજ ડીલીટ કરો

WhatsApp માં આ એક નવું ફીચર છે કે જે , 2017 ના અંતમાં ઉમેરવામાં આવ્યું હતું. આ ફીચર નો ઉપયોગ કરી તમે WhatsApp પર મોકલેલા કોઈ પણ સંદેશાને ડીલીટ કરવાની પરવાનગી આપે છે, પરંતુ આ સુવિધા છેલ્લા 7 મિનિટમાં મોકલેલા સંદેશાઓ માટે જ કાર્ય કરે છે. અને આ રીતે ડીલીટ કરેલા સંદેશ મોકલનાર અને સંદેશ મેળવનાર બંને માટે ડીલીટ થઇ જાય છે.

આ ફીચર નો ઉપયોગ કરવા માટે તમે મોકલેલા સંદેશને  લોન્ગ પ્રેસ કરી delete for everyone પર ક્લિક કરો.

ઓટો આન્સરિંગ મશીન

જો તમે વ્યાવસાયિક કારણો માટે WhatsApp વાપરો છો અને WhatsApp વાતચીત કરવા માટે ઓટોમેટિક આન્સરિંગ સિસ્ટમ ઉમેરવા માંગો છો, તો, તમે તે જરૂર કરી શકો છો તેના માટે ગુગલ પ્લે સ્ટોર પર ઘણી એપ્લિકેશન્સ છે. જેમાંની એક છે – Auto Reply for WhatsApp.

શેડ્યૂલ WhatsApp મેસેજીસ

ગ્રુપ અથવા વ્યક્તિગત સંપર્કો માટે WhatsApp સંદેશાઓ શેડ્યૂલ કરવા માટે, તમે  Scheduler app for WhatsApp એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ઍક્સેસિબિલિટી પરવાનગી આપ્યા પછી, તમે આવશ્યક ડેટાઇલ ભરી અને તમારો મેસેજ શેડ્યૂલ કરી શકો છો. જેથી તમારા નિર્ધારિત સમયે જ એ સંદેશ સામે વાળા ને મળશે.

મોડે થી જવાબ આપવા માટે સંદેશાઓને માર્ક કરો

તમે કોઈ સંદેશ વાંચ્યો છે પરંતુ તેનો જવાબ તમે પછીથી આપવા માંગો છો, તો તમે ‘ચેટ’ ટેબમાં વાતચીતના હેડ ને લાંબો સમય દબાવો અને “mark as unread” વિકલ્પ પસંદ કરી શકો છો. આમ કરવાથી  ‘બ્લુ ટીક્સ’ તો નહિ હટાવે, પરંતુ સંદેશાને લીલા ડોટ સાથે ચિહ્નિત કરશે જે રિમાઇન્ડર તરીકે સેવા આપશે. ત્યાર બાદ તમે પછી તમારી પોતાની ઇચ્છા અને સમયાનુસાર તેનો જવાબ આપી શકો છો.

ફક્ત ચોક્કસ ગ્રુપ અથવા સંપર્ક માંથી ફોટો અથવા વીડિયો ડીલીટ કરવા

જો કોઈ ચોક્કસગ્રુપ અથવા સંપર્ક દવારા મોકલેલા ફોટો કે વિડિઓ તમારા મોબાઈલ સ્ટોરેજની બહુ જગ્યા રોકે  છે, તો તમે તે ખાસ ગ્રુપ કે સંપર્કના WhatsApp સંદેશાઓ, ચેટ્સ, વિડિઓઝ અને ઑડિઓ ડીલીટ કરી શકો છો.

આ ફીચર નો ઉપયોગ કરવા સેટિંગ્સ માં જાઓ – સેટિંગ્સ> ‘ડેટા અને સ્ટોરેજ યુસેજ ‘ પર જાઓ ‘સ્ટોરેજ યુઝ’ પસંદ કરો અહીંયા તમને બધા ગ્રુપ અને સંપર્કો તેમના દ્વારા યુઝ કરેલા સ્ટોરેજ સ્પેસના આધારે ક્રમાંકિત જોશો. ત્યારબાદ ગ્રુપ પસંદ કરી સૌથી નીચે ‘manage messages’ વિકલ્પ પર ટૅપ કરો. હવે, તમે છુટકારો મેળવવા માગતા હો તે કોઈપણ માહિતી (વિડિઓઝ, GIF, Photos, વગેરે) પસંદ કરો અને સાફ કરો.

Whatsapp ડેટા નું Google ડ્રાઇવ પર બેકઅપ

Google ડ્રાઇવ પર વૉટ્સએટ ડેટાને બેકઅપ લેવાથી તમે તમારા ચેટ સંદેશાઓ અને મીડિયાને પુનઃસ્થાપિત કરી શકો છો. જ્યારે તમે તમારો ફોન બદલો અથવા ફોર્મેટ ફરી સ્થાપિત કરો છો ત્યારે તમને આ ફીચર ખુબ જ ઉપયોગી સાબિત થશે.

આ ફીચર એક્ટિવેટ કરવા સેટિંગ્સ પર જાઓ >> ચેટ >> ચેટ બૅકઅપ. અહીંથી તમે પસંદ કરી શકો છો કે કેટલીવાર Whatsapp તમારા ડેટાને Google ડ્રાઇવ પર બેકઅપ લેવું જોઈએ (દૈનિક, સાપ્તાહિક, માસિક, જ્યારે તમે બેકઅપ લો અથવા ક્યારેય નહીં).

Whatsappના અમુક રસપ્રદ ફીચર્સ વિષે જાણ્યું અને મને ખાતરી છે કે તમે તેમાંના થોડાથી લાભ મેળવી શકો છો.

Leave a Reply