DigitalDahod

A Step Towards Digital India – Get all the Latest News from Dahod

Where to Invest Money?

MUST READ TILL THE END, SHARE MAXIMUM, UNDERSTAND & APPLY IT.

15 વર્ષ પહેલા ના તમારા જીવન ને યાદ કરો.

માની લો તમે 2003 માં જીવી રહ્યા છો.

યાદ કરો એ દિવસ જયારે તમે પપ્પા પાસે 1 રૂપિયો વાપરવા માટે માંગવા જતા અને એ 1 રૂપિયા માંથી 25 પૈસા ની 4 પીપર, 1 ચકોતરાં પીપર અને બાકીના મુઠી ભરી સીંગ ચણા ખાતા.

એ ઉતરાયણ ના દિવસે 5 રૂપિયા ની 20 પતંગ અને 15 – 20 રૂપિયા ની ફીરકી માં આખી ઉતરાયણ રમાઈ જતી. એ દિવાળી ના તહેવાર માં 50 રૂપિયા માં તો ધનતેરસ, કાલી ચૌદસ & દિવાળી બધું રમાઈ જતું. નવા વર્ષે વડીલો ને પગે લાગતા અને 10 – 20 રૂપિયા મળતા એટલે આપણી તો અમીરી નો પાર ના હોય. અરે 7 રૂપિયા માં તો વાળંદ ઘરે આવીને વાળ દાઢી કરી જતો.

હવે મહત્વની વાત.

બધી વાત માં રૂપિયા એટલા માટે ગણાવું છું કે હું જે કહેવા માંગુ છું એ તમને સરળતા થી સમજાય. હજુ તો ખાલી 15 વર્ષ જ વીત્યા છે અને જે વસ્તુ અને જે જલસા 15 વર્ષ પહેલા 100 – 200 રૂપિયા માં થતા હતા એના માટે આજે 4000 થી 5000 રૂપિયા જોઈએ અને 15 વર્ષ પછી એ જ વસ્તુ માટે 20 -25 હજાર જોઈશે.

શા માટે આટલો મોટો તફાવત છે એનો જવાબ તો બધા પાસે છે જ. બધાને ખબર છે કે INFLATION છે. પરંતુ INFLATION કેટલું છે ? એનાથી તમારા જીવન પર શુ ફરક પડે છે ? INFLATION થી બચવા શુ કરવું એ ક્યારેય વિચાર આવ્યો ?

INVESTMENT કરતા પહેલા એટલું જોયું ક્યારેય કે તમારું રીટર્ન INFLATION કરતા વધુ તો છે ને ? મને તો ગળા સુધી વિશ્વાસ છે કે મોટા ભાગના માણસ LIC & PPF માં એટલા માટે ઈન્વેસ્ટ કરે છે કારણ કે એની બાજુ વાળો LIC & PPF માં ઈન્વેસ્ટ કરે છે અને INCOME TAX ACT માં 80C હેઠળ બાદ મળે છે.

(એક મહત્વની વાત : હું LIC for INVESTMENT PURPOSE ની વાત કરું છું. LIC FOR TERM INSURANCE & LIFE COVER ની વાત નથી કરતો. TERM INSURANCE તો 100 % લેવો જ રહ્યો. પરંતુ જો તમે LONG TERM WEALTH CREATION OR INVESTMENT માટે LIC ભરો છો તો એમાં કઈ નઈ વળે. તફાવત સમજજો)

જો FD માં INVEST કર્યું હોય તો તો એમ જ સમજજો કે તમે મફત માં તમારા રૂપિયા BANK ને વાપરવા આપ્યા છે. અહીં 15 વર્ષ માં આ હાલત છે અને લોકો 40 – 40 વર્ષ ના PREMIUM ભરે છે. અજીબ છે. AGENT એ કહ્યું 40 વર્ષ પછી 1 કરોડ મળશે હમણાં 1 – 1 લાખ ભર્યા જાઓ અને આપણે તો 1 કરોડ ની લાલચ માં PREMIUM ભરવાના ચાલુ કરી દઈએ.

ક્યારેય વિચાર્યું કે 40 વર્ષ પછી ના 1 કરોડ ની હમણાં શુ વૅલ્યુ છે ? અથવા એવું વિચાર્યું કે હમણાં ના 1 લાખ ની 40 વર્ષ પછી શુ વૅલ્યુ હશે ? ખબર ના હોય તો કહી દઉં કે એ 40 વર્ષ પછીના 1 કરોડ મતલબ આજની તારીખ ના 7 -8 લાખ.

હવે બધું જ આંકડા માં સમજાવું એટલે ખબર પડે તમે ક્યાં કેટલો LOSS કર્યો.

2003 થી 2017 ના 15 વર્ષ દરમ્યાન સરેરાશ INFLATION રેટ 6 – 7 % હશે…એ પણ ગવર્નમેન્ટ ના આંકડા મુજબ.હકીકત માં તો એનાથી વધુ જ હશે. LIC, PPF & FD તમને સરેરાશ 8 – 9 % રીટર્ન આપે. હવે તો એનાથી પણ ઓછું.

હવે તમે કહેશો કે બધા PROBLEMS જ કહ્યા. આનું SOLUTION શુ ? LONG TERM માટે રૂપિયા ક્યાં ઈન્વેસ્ટ કરવા જેથી INFLATION ને માત આપી શકીએ ? તો મારો જવાબ 1 જ છે. જેને તમે લોકો સટ્ટો માનો છો. SHARE MARKET”

જો KNOWLEDGE છે તો DIRECT INVEST કરો અને જો KNOWLEDGE નથી તો MUTUAL FUNDS થી INDIRECT INVEST કરો.

જો વર્ષ 2003 થી 2017 સુધી દર વર્ષે 1 લાખ PPF માં ઈન્વેસ્ટ કર્યાં હશે તો તમારા 15 લાખ ના આજે 31 લાખ થાય. મતલબ સરેરાશ 8.65 %. અરે હા તમે કહેશો PPF INCOME TAX ACT માં 80C માં બાદ મળે અને PPF નું રીટર્ન TAX FREE થાય. ELSS કરીને MUTUAL FUNDS આવે છે. એ પણ તમને INCOME TAX ACT માં 80C માં બાદ મળે છે.અને એનું રીટર્ન પણ TAX FREE જ હતું આટલા વરસો થી. ELSS નું 1 પણ MUTUAL FUND એવું નથી જેનું રીટર્ન 12 % થી ઓછું હોય. (હું એ જ ELSS ની વાત કરું છું જેને 15 વર્ષ થી વધુ વર્ષ થયા છે)

  • HDFC TAX SAVER- GROWTH PLAN 15 લાખ ના 86 લાખ- 19 .88 % રીટર્ન
  • ICICI PRUDENTIAL LONG TERM EQUITY FUND (TAX SAVING)GROWTH 15 લાખ ના 82 લાખ- 19 .38 %,
  • FRANKLIN INDIA TAXSHIELD-GROWTH *15 લાખ ના 78 લાખ- 18 .88 % *

હવે સરખાવી જોવો MUTUAL FUNDS ના રીટર્ન ને તમારી FD , LIC કે PPF જોડે. સૌથી ખરાબ રીટર્ન આપતા MUTUAL FUND નું રીટર્ન પણ તમારા PPF & LIC ના રીટર્ન કરતા વધુ હશે. હું એમ નથી કેવા માંગતો કે તમે જે પણ LIC PPF ભરો છો એ બંદ કરી દો.

હા તમારું SAVINGS જરૂર થાય છે એમાં. નાની નાની રકમ ભર્યા પછી એકસાથે બધું આવે એટલે એ રકમ તમને મોટી જ લાગવાની. તમે ત્યારે એમ જોશો કે 15 લાખ ના 31 લાખ આવ્યા. રૂપિયા ડબલ થયા. પરંતુ હકીકત માં લાંબા ગાળે તમને કઈ જ ફાયદો નથી એમાં.

જો લાંબા સમય માટે INVEST કરવું જ છે તો મ્યુચ્યુઅલ ફંડ, SIP કે શેર બજાર માં શા માટે નહિ ???

-Brijesh Darji
Investment Expert

2 thoughts on “Where to Invest Money?

Leave a Reply