૧૦મી માર્ચે ત્રિવેણી સંકુલ ખાતે મહિલા સંમેલન યોજાશે

દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઇ

Happy Women’s Day : 8 March

દાહોદ: બુધવારઃ સમગ્ર વિશ્વમાં ૮ મી માર્ચ, “આંતરરાષ્ટ્રીય મહિલા દિન”તરીકે ઉજવણી કરવામાં આવે છે. રાજય કક્ષાનો કાર્યક્રમ સદર દિવસે ગાંધીનગર ખાતે ઉજવાશે. જયારે જિલ્લા કક્ષાના ² આંતરરાષ્ટ્રીય મહિલા દિનની” ઉજવણી જે તે જિલ્લા આયોજીત સ્થળો ખાતે તા. ૧૦/૦૩/૨૦૧૮ ના રોજ કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં તા. ૧૦ મી માર્ચ,૨૦૧૮ ના રોજ સવારે ૯-૩૦ કલાકે દાહોદ, ત્રિવેણી સંકુલ, દાહોદ અનાજ મહાજન શૈક્ષણિક સંકુલ, એમ.વાય.હાઇસ્કુલ ખાતે રાજયના ગ્રામ ગૃહનિમાર્ણ, ગ્રામવિકાસ, પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભભોર ઉપસ્થિત રહેશે.આ ઉજવણીના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જીલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે આ મહિલા સંમેલનમાં છેવાડાની ગ્રામિણ મહિલાઓ પણ ભાગ લે અને આ ઉજવણીનો ઉદેશ સમજે તે માટે વધુને વધુ મહિલાઓ ઉપસ્થિત રહે તેવું આયોજન કરવું. સાથે મહિલા લક્ષી યોજનાઓના હકકો અંગેના કાયદાઓની જાણકારી આપતા કાર્યક્રમો થાય અને મહિલા લક્ષી પ્રદર્શન સ્ટોલ, સાહિત્ય વગેરેનું વિતરણ થાય નારીગૃહ, મહિલાની સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય તે જરૂરી છે. જિલ્લાની પ્રતિભાવંત મહિલાઓ, વિજેતા ખેલાડીઓનું સન્માન માટેનું સૂચન કલેક્ટરશ્રીએ કર્યું હતું.

Happy Women's Day : 8 March
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રાએ જણાવ્યું હતું કે મહિલાઓ આરોગ્ય લક્ષી-પોષણલક્ષી જાણકારી મેળવે તે પરિસંવાદ જેવું ગોઠવી શકાય

આ બેઠકમાં બેઠક વ્યવસ્થા પાણીની વ્યવસ્થા, શૈચાલયની વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, પ્રચાર-પ્રસાર માટેનું આયોજન, હળવા-નાસ્તાની વ્યવસ્થા, પાર્કિગ વ્યવસ્થા, જે તે ક્ષેત્રે પ્રતિભાવંત-વિજેતા મહિલાઓનું સન્માન વગેરે અંગે જરૂરી આયોજન સહિત ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.એમ.ખાંટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.વી.ઉપાધ્યાય, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીદિલીપભાઇ ગજ્જર, જુદા જુદા ખાતાના અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

Happy Women’s Day

-ગુજરાત માહિતી બ્યુરોજિલ્‍લા સેવા સદન,દાહોદ

Leave a Reply