ગરબાડા, તા.15/04/2025
ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.રાદડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે.ભરવાડ સહિતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ગરબાડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલો અને છેલ્લા દોઢ વર્ષ નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ભાંડાખેડા ગામના ડામોર રાજમલભાઈ ઉર્ફે રાયમલભાઈ શંકરભાઈને ગરબાડા બજારમાંથી ઝડપી પાડી પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આમ, ગરબાડા પોલીસે છેલ્લા દોઢ વર્ષથી ત્રણ ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો રાજ્ય બહારના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.