ગાંગરડીમાં કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો

0
802

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉતરાયણના પર્વ દરમ્યાન કાચના પાવડરનો ઉપયોગ કરી તૈયાર કરેલ પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી, માંઝાને કારણે માનવ, પશુ, પક્ષીઓને ઇજા પહોંચવાના તથા મૃત્યુ થવાના અનેક બનાવો બને છે. જેથી પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી, માંઝાનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા ગરબાડા પોલીસે ગરબાડા, ગાંગરડીમાં દુકાનોમાં તપાસ હાથ ધરી હતી.

ત્યારે, ચોક્કસ બાતમીના આધારે ગરબાડા પી.એસ.આઇ. જે.એલ.પટેલે તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગાંગરડી ગામે કરીયાણાની દુકાન ચલાવતા પંકજકુમાર ચંન્દ્રવદન શાહની દુકાનમા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન દુકાનમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી મળી આવી હતી. જેથી ગરબાડા પોલીસે પંકજકુમાર ચંન્દ્રવદન શાહને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Priyank Darji @ Editor & Channel Head Digital Dahod

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here