ટ્રકમાં સફેદ પાઉડરની આડમાં લઇ જવાતા રૂ.૪૭ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરતી દાહોદ LCB તથા કતવારા પોલીસ

0
1261

દાહોદ, તા.13/02/2023

દાહોદ LCB તથા કતવારા પોલીસે ખંગેલા ગામે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપરથી 47 લાખ ઉપરાંતની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ 77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમની ધરપકડ કરી છે.

દાહોદ LCB PI આર.સી. કાનમીયાની સુચના મુજબ LCB PSI આર.બી.ઝાલા સહિતની LCBની ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા, તે સમયે PSI  એચ.બી.રાણા તથા કતવારા પોલીસ સ્ટેશના માણસો પણ પેટ્રોલીંગમા નિકળેલ હતા. તે દરમ્યાન LCB PI આર.સી.કાનમીયાને બાતમી મળી હતી કે, એક ટાટા કંપનીના મરૂન કલરના ટ્રક નંબર UP.94.T.0555 મા ઇગ્લીશ દારૂ ભરેલ છે. જે ટ્રક હાલ મધ્યપ્રદેશ બાજુથી દાહોદ, ગોધરા, અમદાવાદ થઇ રાજકોટ થઇ જુનાગઢ, પોરબંદર તરફ જનાર છે. જે બાતમીના આધારે LCB તથા કતવારા પોલીસે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને રોકાવી તેમા તપાસ કરતા પોલીસને ટ્રકમાથી સફેદ પાઉડરની આડમા લઇ જવાતો રૂ.47,48,760 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 959 પેટીઓ જેમા 11508 નંગ બોટલો મળી આવી હતી.

જેથી પોલીસે રૂ.47,48,760 ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત કુલ રૂ.77,53,760 નો મુદ્દામાલ કબ્જે કરી ગુજરાતમા દારૂ ઘુસાડતા ટ્રક ચાલક રાજસ્થાનના ઝાલોર જિલ્લાના મોહનલાલ ધીમારામ ઉર્ફે ઘીમારામજી બિશ્નોઇને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here