પીકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ચાર ગૌવંશને ગરબાડા પોલીસે બચાવી લીધા

0
401

પીકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ચાર ગૌવંશને ગરબાડા પોલીસે બચાવી લઈ, ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

ગરબાડા પીએસઆઇ જે.એલ.પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે, એક સફેદ કલરની જીજે.૨૦.એક્સ.૪૩૮૦ નંબરની પિકઅપ ગાડીમાં ગૌવંશને ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક ત્રાસદાયક રીતે બાંધીને ગરબાડા થઈ ધાનપુર તરફ કતલ કરવા સારું લઈ જનાર છે.

જે મળેલ બાતમીના આધારે, ગરબાડા પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફના માણસો ગરબાડાની માધ્યમિક શાળા નજીક વોચ રાખી ઊભા હતા તે દરમ્યાન બાતમીવાળી પીકઅપ ગાડી આવતા, ગાડીના ચાલકે દૂરથી પોલીસને જોઈને ગાડી સાઇટમા ઉભી રાખી ગાડીનો ચાલક તથા તેની સાથેનો ઇસમ ભાગવા લાગેલ. પોલીસે પીછો કરી ગાડીના ચાલક અબરૂભાઈ ચંદુભાઈ મેડાને ઝડપી પાડ્યો હતો. પોલીસે પીકઅપ ગાડીમાં તપાસ કરતા, પીકઅપ ગાડીમાં ઘાસચારાની કે પાણીની કોઈપણ જાતની વ્યવસ્થા કર્યા વગર, દોરડાથી ક્રૂરતાપૂર્વક, દયનીય રીતે બાંધેલા ચાર ગૌવંશ મળી આવ્યા હતા.

જેથી પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ કરતાં, મધ્યપ્રદેશના ભાંડાખેડાના દરિયા સળિયા ડામોર સસ્તા ભાવે ગાયો કતલ કરવા માટે વેચતો હોય જેથી તેની પાસેથી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે પીકઅપ ગાડી તેમજ ચાર ગાયો કબ્જે લઈ પિકઅપ ગાડીના ચાલક ધાનપુરના મોટી મલુ ગામના અબરૂભાઈ ચંદુભાઈ મેડા સહિત અન્ય બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here