સંજેલી તાલુકાના કોટા, ગોવિંદાતળાઈ અને અણીકામાં આદીવાસી સમાજના કુરિવાજોને સુધારણા માટે બેઠક યોજાઈ હતી.

0
268
  • સંજેલી તાલુકાના કોટા, ગોવિંદાતળાઈ અને અણીકામાં આદીવાસી સમાજના કુરિવાજોને સુધારણા માટે બેઠક યોજાઈ હતી.
  • દારૂ, ડીજે, જાન, પાઘડી, ચાંદલો, કાપડું, જેવા ખોટા ખર્ચા બંધ કરવા 3 ગામોમાં બેઠક યોજાઇ હતી
  • fઆદીવાસી સમાજના લગ્નોમાં ડીજે વગાડનારને 51 હજાર નો દંડ ફટકારવાનો ઠરાવ કરાયો.

સંજેલી તાલુકાના કોટા ગોવિંદાતળાઈ અને અણીકામાં સમાજ સુધારાને લઈને સરપંચ અને સભ્યોની તેમજ તાલુકો પંચાયતના સભ્યના અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ હતી, જેમાં ડીજે પ્રથા બંધ કરવા, દહેજમા ધટાડો કરવા, અને ભોજન સાદુ, ડીજે વગાડનારને દંડ કરવા, કપડા વાસણો બંધ કરવા, રોકડ રૂપિયા કરવા, ફટાકડા ફોડવાના બંધ કરવા, તેમજ દારુ બંધ કરવા સહિતના વિવિધ મુદ્દાઓનો ગ્રામજનોની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો.

દાહોદ જિલ્લો આદીવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, સંજેલી તાલુકાના વિસ્તારમા કુરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અને દેખા દેખીમાં મોજ શોખ કરવાથી દેવુ વધી રહ્યું છે. એટલે આવા કુરિવાજોને અંકુશમાં લાવવા માટે ગામે ગામ સમાજ સુધારા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે. જેને લઇને સમાજ સુધારા માટે, કોટા ગોવિંદાતળાઈ, અણીકામા આદીવાસી સમાજના કુરિવાજોના ડામવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, સભ્યો, આગેવાનો તેમજ વડીલોની હાજરીમાં ઠરાવો કરવામા આવ્યાં છે. દહેજમા રકમમાં 500 ગ્રામ ચાંદી, ત્રણ તોલા સોનું, 151000 રકમ લેવડ દેવડ નક્કી કરવામાં આવી છે. અને ડીજે સદંતર બંધ રાખવા તેમજ અણીકા ગામમા ડીજે ભરાવાના દેવુ સહિતના નિર્ણયો લેવાયા છે. જો ડીજે વગાડવામાં આવે તો ડીજે વગાડનારને 51,000 નો દંડ કરવામાં આવશે અને દરેક પરીવારમાથી કમિટી પણ બનાવવામા આવે. જેવા 6 જેટલા ઠરાવો કરવામા આવ્યા. મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં બધાની વચ્ચે ઠરાવો કરવામા આવ્યાં હતાં

 

રિપોર્ટર : વિજય ચરપોટ, સંજેલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here