ગરબાડા તાલુકામાં હાલ દાહોદ અલીરાજપુર હાઈવેની નવીન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ રોડની કામગીરીને લઈ લોકો દ્વારા આ રોડની કામગીરી યોગ્ય રીતે કરાતી ન હોય હલકી કક્ષાનું કામ કરાતું હોય તેમજ અમુક જગ્યાઓએ નાનકડા બમ્પ જેવી ત્રુટિ રહી ગઈ જેવી આ રોડ રસ્તાની નબળી કામગીરીની ફરિયાદ લોકો તરફથી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરને મળી હતી. લોકોની ફરિયાદને ધ્યાને લઈ ગરબાડા ધારાસભ્ય રોડની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અને રોડનું કામ કરનારને રોડની કામગીરી યોગ્ય રીતે કરવા સૂચન કરાયું હતું.
Priyank Chauhan : Channel Head & Editor @ Digital Dahod