ગરબાડામા ત્રણ વર્ષીય બાળક પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત નીપજ્યુ

0
2098

Dt.12/04/2023

ગરબાડામા ત્રણ વર્ષીય બાળક પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત નીપજ્યુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ગરબાડા નગરમા હનુમાનજી મંદિર પાછળ રહેતા અને પાણીપુરીનો ધંધો કરી ગુજરાન ચલાવતા ઘનશ્યામભાઈ કુશવાની પુત્રી ખુશ્બુબેનનો ત્રણ વર્ષીય પુત્ર અનુરાગ કે જે આજરોજ સવારના સમયે ઘરના આંગણામા રમી રહ્યો હતો અને રમતા રમતા ઘરની બહાર ખુલ્લી પાણીની ટાંકીમા પડી જતા બાળકનુ મોત નીપજયું છે.

ઘરના આંગણામા જ રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા એકના એક પુત્રનુ મોત નીપજતા પરિવારમા ભારે ગમગીની ફેલાઇ જવા પામી છે અને પરિવાર શોકનું મોજુ ફરી વળ્યુ છે. આ ઘટના સંદર્ભે ગરબાડા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે આવી બાળકના મૃતદેહનો કબજો લઈ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here