ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે આંબા પર વીજળી પડતાં એક મહિલા ઇજાગ્રસ્ત.

0
217

ગરબાડા તાલુકા સહિત પંથકમાં ગત બપોરથી વરસાદે માજા મુકીને વરસવાનું શરૂ કર્યું છે. ત્યારે વરસાદની સાથે આકસ્મીક આફતો પણ આવતી હોય છે. ત્યારે ગતરોજ બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ધોધમાર વરસાદની સાથે ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે કેનાલ ફળિયામાં આંબા પર વીજળી પડી હતી. આંબા ઉપર વીજળી પડતા આંબાની નજીક ઊભેલી વૃદ્ધ મહીલાના શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેને પગલે વૃદ્ધ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ગરબાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here