ઘાડના આરોપીને ગણતરીના દિવસોમા પકડી પાડતી ગરબાડા પોલીસ.

0
998

ગરબાડા, તા.07/08/2023

દાહોદના પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ નાસતા ફરતા આરોપીઓને તેમજ ગુન્હાના કામે ભોગ બનનારોને શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ.

જે આધારે દાહોદના મદદનીશ પોલીસ અધિક્ષક કે.સિધ્ધાર્થ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ખાંટની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ગરબાડાના પોલીસ સબ ઇન્સ્પકટર જે.એલ.પટેલ તેમના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે, કતવારા પોલીસ સ્ટેશન એ.ગુ.ર.નં. ૧૧૮૨૧૦૨૫૨૩૦૨૮૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૯૫, ૧૨૦(બી) મુજબનો આરોપી સાગરભાઇ વિજયભાઇ ડામોર રહે.બોરીયાલા,દિવાનીયાવડ ફળીયા તા.ગરબાડા જિ.દાહોદ તેની યામાહા મોટર સાયકલ નંબર GJ.20.AN.5068 લઇને ગાંગરડી તરફથી ગરબાડા બાજુ આવનાર છે.

જે મળેલ બાતમીના આધારે ગરબાડા પી.એસ.આઈ જે.એલ.પટેલ સહિત પોલીસની ટીમ નળવાઇ ગામે વોચમા હતા. તે દરમ્યાન સદર બાતમી વાળી મોટર સાયકલ આવતા પોલીસે તેને ચારેય બાજુથી કોર્ડન કરી તેની મોટર સાયકલ ઉભી રખાવી તેની ઓળખ કરી ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવી હતી અને સદર આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here