પાંચવાડા નજીક બે બાઈકો સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો, એકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત.

0
2049
ફોટો : વનરાજ ભુરીયા

વનરાજ ભુરીયા, ગરબાડા, તા.02/03/2023

દાહોદ-ગરબાડા વચ્ચે પસાર થતાં નેશનલ હાઇવે ઉપર અવાર નવાર વાહન ચાલકોની ગફલત અને બેદરકારીને લીધે અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગતરોજ ફરી એક વખત દાહોદ-ગરબાડા  હાઇવે ઉપરઅકસ્માતની ઘટના બની છે.

ગરબાડા તાલુકાના પાંચવાડા નજીક મહાકાળી માતાના મંદિર સામે બે મોટર સાયકલો સામ સામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાંગરડા ગામના કાજુભાઈ માનસિંગભાઈ ડામોરનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે અન્યને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ અકસ્માતની ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ અકસ્માતની ઘટના સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here