ભીલ સમાજ પંચ, દાહોદ દ્વારા જાંબુઆ ખાતેથી લગ્ન બંધારણ પ્રચાર રથનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યું

0
430

આજરોજ ગરબાડા તાલુકાના જાંબુવા ગામે સાર્વજનિક હાઇસ્કુલ જાંબુઆ ખાતે *ભીલ સમાજ પંચ, દાહોદ* દ્વારા ભીલ સમાજમાં પ્રવર્તમાન 3D એટલે કે, દહેજ, દારૂ અને ડીજે પ્રતિબંધ તેમજ લગ્ન બંધારણ માર્ગદર્શિકા ના પ્રચાર પ્રસાર માટે આજરોજ *લગ્ન બંધારણ પ્રચાર રથ* નુ પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ પ્રચાર રથ આગામી દસ દિવસ ગરબાડા તાલુકાના સમગ્ર 41 ઞામોમાં પરિભ્રમણ કરનાર છે. પ્રથમ દિવસે જ આ પ્રચાર રથને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

પ્રચાર રથના પ્રસ્થાન પહેલા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના વિવિધ આગેવાનો જેવા કે ચંદ્રિકાબેન બારીયા, કમલેશભાઈ માવી, શૈલેષભાઈ મખોડિયા, ભરતસિંહ અમલીયાર, મનુભાઈ મંડોડ, વિકાસભાઈ મુનિયા તેમજ જાંબુવા, ગુલબાર, નીમચ અને ગાંગરડા ગામના સરપંચો તેમજ આજુબાજુના વિસ્તારના 500 જેટલા આગેવાનો અને ભાઈઓ બહેનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અનિલભાઈ ભુરીયાએ પ્રચાર રથનો હેતુ ભાવી આયોજન વગેરે પર સંબોધન કર્યું હતું.. ચરણસિંહભાઈ કટારાએ ભીલ સમાજ પંચ દાહોદની રચના ના હેતુઓ અને સમાજના તમામ વર્ગના લોકોની સામેલગીરી અંગે માહિતગાર કર્યા હતા. આવનારા દિવસોમાં ભીલ સમાજમાં દહેજ ઓછું થશે તો ચાંદલા વિધિ પણ નામશેષ થશે. તેઓ વિશ્વાસ સમાજના અગ્રણી શૈલેષભાઈ મખોડીયાએ વ્યક્ત કર્યો હતો.

પ્રિયાંક ચૌહાણ, ચેનલ હેડ & એડિટર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here