સંજેલીથી અમદાવાદ જવા માટે વહેલી સવારમાં ૮:૦૦ વાગ્યા પછી એક પણ બસ નથી. તો સંજેલીથી અમદાવાદ લુણાવાડા ડેપોથી બસની ફાળવણી કરવામાં આવે તેવી મુસાફરોએ રજુઆત કરેલ છે. તો તેઓની રજુઆત મુજબ સંજેલીથી જુસા માંડલી, સુલિયાત, મોરા, ઉંબેર ટેકરા, મોટી રેલ, વાકડી, ગોધરા, લુણાવાડા, અમદાવાદ જવા માટે બસ ચાલુ થાય તો મુસાફરોને રાહત થાય તેમ છે. ઉપર જણાવેલ રૂટો પરના ગામોમાંથી અમદાવાદ કે લુણાવાડા જવા માટે મુસાફરોને વધારાનો સંતરામપુરનો ફેરો પડે છે જેથી સમય અને પૈસાનો ખોટો વેડફાટ ના થાય અને મુસાફરોને રાહત મળે તેવી માંગ છે, જેથી શ્રી કાન્તિભાઈ આર. બામણિયા, ઉપ પ્રમુખ આદિજાતિ મોરચો ભાજપા મુ.પો. મોટી રેલ (પશ્ચિમ) તાલુકો સંતરામપુર મહિસાગરનાઓ એ ધારાસભ્ય નિમિશાબેન સુથારને રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને સંજેલીથી અમદાવાદ રૂટ પર સંજેલીથી અમદાવાદ જવા માટે ૮:૦૦ વાગ્યા પછી એક પણ બસ નથી તો નવીન બસ ચાલુ કરવા અને બસનો સમય સંજેલી થી અમદાવાદ ઉપાડવાનો સવારના ૯:૦૦ વાગ્યાનો રહે તેવી નવા રૂટની ફાળવણી કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે.