સંજેલી મામલતદાર કચેરીમાં વિધવા બહેનોને છેલ્લા 10 મહિનાથી વિધવા સહાય માટે ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો.

0
272

  • સંજેલી મામલતદાર કચેરીમાં છેલ્લા 10 મહિનાથી વિધવા બહેનોને વિધવા સહાય માટે ધરમ ધક્કા ખાવાનો વારો.
  • ઓનલાઇન ફોર્મ ભર્યાને 10 મહિના જેટલો સમય વિત્યો.
  • વિધવા સહાયના મંજુરી હુકમ ન મળતા વિધવા બહેનોની હાલત બગડી.

સંજેલી તાલુકાની વિધવા બહેનોએ 10 મહિનાથી મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય મેળવવા ઓનલાઇન ફોર્મ ભર્યા હોવા છતાં પણ વિધવા સહાયની મંજુરી હુકમ ન મળતા બહેનોની હાલત બગડી છે. વિધવા બહેનો અનેકવાર સંજેલી તાલુકાની મામલદાર કચેરીમાં મંજુરી હુકમ મેળવવા માટે અવર નવર જાય છે. છતા પણ વિધવા બહેનોને મંજુરી હુકમ મેળવવા ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

સંજેલી તાલુકામાં 57 ગામમા આવેલા છે. જેમાં 1166 વિધવા બહેનો અને 1695 વૃદ્ધો સહાય મેળવી રહ્યાં છે. પરંતુ 10 મહિના જેટલો સમયથી વિધવા બહેનોની ઓનલાઇન પ્રક્રિયા દ્વાર ફોર્મ ભર્યા છતા પણ વિધવા બહેનોને મંજુરી હુકમ નહીં મળતા ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારો ગ્રામ્ય વિસ્તારમાંથી સમય અને પૈસાનો બગાડ કરી લાકડીના સહારે મામલદાર કચેરીઓમાં તેમજ બેંકોમાં ધક્કા ખાઈ રહ્યાં છે.

તાલુકા અને જિલ્લાના અઘિકારીઓ દ્વરા આ વિધવા બહેનોનુ ઓનલાઇન અરજીનો નિકાલ કરી વહેલી તકે આ મંજૂરી હુકમ પત્રક આપવામા આવે તેવી વિધવા બહેનો માંગ ઉઠવા પામી છે.

<<જે.પી.પટેલ, મામલતદાર, સંજેલી ~ ટેકનિકલ ખામીના કારણે સમસ્યા ઊભી થઈ છે. વિધવા બહેનોની અરજી જે તે સમયે ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવી છે. પણ તેના ઓર્ડર જનરેટ થતા નથી. તે માટે ઉચ્ચ કક્ષાએ જિલ્લા કલેકટરને કાગળ લખેલું છે. અરજદાર વારંવાર અત્રેની કચેરી આવે છે. અરજીનો નિકાલ કરવા કાગળો લખ્યા છે તે છતાં ઓપરેટરને સ્પેશિયલ દાહોદ મોકલી નિકાલ કરાવીશું. >>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here