Editorial Desk, તારીખ.17/01/2023
વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન અંતર્ગત દાહોદ ASP જગદીશ બાંગરવાના અધ્યક્ષ સ્થાને કતવારાના કઠલા આશ્રમ શાળા ખાતે લોક દરબાર યોજાયો હતો.
ગુજરાતમા ઉચા વ્યાજના કારણે અનેક લોકોના ઘર બરબાદ થયા છે. કેટલાય લોકો વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી ચૂક્યા છે. ત્યારે આવા ગરીબ પરિવારોને વ્યાજખોરોની ચુંગાલમાથી બહાર લાવવા ગુજરાત સરકારે વ્યાજખોરો વિરૂદ્ધ મુહિમ ચલાવી, વ્યાજખોરો વિરૂદ્ધ કડક મા કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે લોકોમા જાગૃતતા આવે અને આવા વ્યાજખોરો સામે જનતા અવાજ ઉઠાવે તે માટે દાહોદ ASP જગદીશ બાંગરવાના અધ્યક્ષ સ્થાને કતવારા PSI એચ.બી.રાણા ની ઊપસ્થિતીમા કઠલા આશ્રમ શાળા ખાતે લોક દરબાર યોજાયો હતો. જેમા ઊપસ્થિત લોકોને કાયદા વિશે માહિતી આપી હતી. અને કોઈપણ વ્યક્તિ આવા વ્યાજખોરોના ત્રાસથી પીડિત હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામા આવી હતી. અને ASP જગદીશ બાંગરવાએ આ સંદર્ભે કડક મા કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. લોક દરબારમા કતવારા તેમજ આજુબાજુ ગામોના સરપંચો, આગેવાનો તેમજ ગ્રામજનો ઊપસ્થિત રહ્યા હતા.