ગરબાડા તાલુકા કન્યા શાળામા સતર્કતા જાગરૂકતા સપ્તાહ – 2023 અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

0
433

ગરબાડા, તા.૦૪/૧૧/૨૦૨૩

તાલુકા કન્યા પ્રાથમિક શાળા ગરબાડામાં આજરોજ સતર્કતા જાગરૂકતા સપ્તાહ – 2023 ની ઉજવણીના ભાગરૂપે લાંચ રૂશ્વત અટકાયક થીમને ધ્યાનમાં રાખીને ચિત્ર સ્પર્ધાનું આયોજન ગાંગરડી સ્થિત ભારત ગેસ એજન્સીના સંચાલક શીતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. શીતલબેન દ્વારા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીનીઓને વિશેષ રૂપે ઇનામો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. જે બદલ શાળાના આચાર્ય શૈલાદેવી તથા સ્ટાફ પરિવારે ભારત ગેસ એજન્સીના સંચાલક શીતલબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here