ગરબાડા SBI બેંકના ATM માં તથા બેંકમાં કેશ ન હોવાના કારણે ગ્રાહકોને ખાવા પડતાં ધરમ ધક્કા

0
573

રિપોર્ટર : વિનય શાહ

  • RBI ની ગાઈડલાઈન પ્રમાણે ચાલતા White label ATM ને પણ SBI બેંક કેશ નહિ આપતા ATM ચાલકોમાં રોષ.
  • ATM નાં સંચાલકો દ્વારા અગાઉથી કેશ માટે રિક્વેસ્ટ આપેલી હોવા છતાં SBI બેંક દ્વારા કેશ આપવામાં આવતું નથી.

ગરબાડા, તા.02/04/2024

દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું એક વિશેષ મહત્વ છે. આદિવાસી સમાજના લોકો હિજરત કરી રાજયના જુદા જુદા શહેરોમાં મજૂરી કામ અર્થે જતાં રહે છે. પરંતુ હોળીનો તહેવાર આવતા આદિવાસી સમાજના લોકો માદરે વતન આવતા હોય છે. હોળીનો તહેવાર પૂરો થતાં આદિવાસી સમાજમાં હાલ લગ્નની સિઝન ચાલુ હોવાના કારણે આદિવાસી સમાજ, વેપારી વર્ગ સહિત તમામ લોકોને લેવડ દેવડ કરવા માટે નાણાંકીય જરૂરિયાત પડતી હોય છે. હાલ લગ્નની સિઝન ચાલતી હોવાના કારણે લોકોને ખુબજ નાણાંકીય જરૂરીયાત પડે છે. જેના માટે દરેક લોકોને, વેપારીઓને બેંક તેમજ ATM નો સહારો લેવો પડતો હોય છે. પરંતુ ગરબાડામાં એક માત્ર રાષ્ટ્રીયકૃત બેંક “સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા” આવેલી છે. ગરબાડામાં સ્ટેટ બેંક અને બેંક બહાર મૂકવામાં આવેલ SBI ના ATM ઉપર અવાર નવાર ટેકનિકલ ઇસ્યુના બહાને નાણાંકીય લેવડ દેવડ બંધ કરી દેવામાં આવે છે. તો બીજી તરફ બેંક શાખામાંથી પણ ગ્રાહકોને પૂરતા નાણાં આપવામાં આવતા નથી. બેંકમાં રોકડ રકમ નથી, લેવડ-દેવડ કામકાજ બંધ છે… તેવા શાખા ઉપર બોર્ડ મારી દેવામાં આવે છે. જેને લઈને SBI બેંક ના ગ્રાહકોને પોતાના નાણાં માટે ધરમ ધક્કો ખાવાનો વારો આવ્યો છે.

તો બીજી તરફ SBI બેંક RBI ની ગાઈડલાઈન પ્રમાણે ચાલતા White label ATM ને પણ કેશ નહિ આપતા ATM સંચાલકોમાં પણ રોષ ફેલાયો છે. ATM નાં સંચાલકો દ્વારા અગાઉથી રોકડ (Cash) માટે રિક્વેસ્ટ આપેલી હોવા છતાં  પણ SBI બેંક દ્વારા કેશ આપવામાં આવતું નથી.

SBI દ્વારા આ ટેકનિકલ કારણો વહેલી તકે દૂર થાય અને બેંકના ગ્રાહકોને પૂરતા નાણાં મળી રહે તે ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here