HomeGujaratAhmedabadગુજરાતભરમાંથી અમદાવાદ આવતા પોલીસ કર્મચારીઓ માટે ₹ 8.50 કરોડના ખર્ચે મકરબામાં 3...

ગુજરાતભરમાંથી અમદાવાદ આવતા પોલીસ કર્મચારીઓ માટે ₹ 8.50 કરોડના ખર્ચે મકરબામાં 3 માળનું ખાખી ભવન બનીને તૈયાર.

રાજ્યભરમાંથી જ્યારે પોલીસ કર્મચારીઓ સરકારી કામકાજે અમદાવાદ આવે છે. ત્યારે તેમને રહેવાનો પ્રશ્ન ઉભો થતો હોય છે. ત્યારે ગુજરાત પોલીસ આવાસ લિમિટેડ દ્વારા DySP થી PI અને કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મીઓ માટે IPS અધિકારીઓને મળે તેવી જ સુવિધા વાળુ ₹ 8.50 કરોડના ખર્ચે મકરબામાં 3 માળનું આધુનિક ખાખી ભવન બનીને તૈયાર થયું છે.

આ ભવનમાં કુલ ૨૬ રૂમ આવેલા છે. જેમાં TV, AC, બેડ સાથે અત્યાધુનિક સુવિધા અપાઈ છે. સાથે જ જિમ રૂમ, ઇન્ડોર ગેમ્સ રૂમ અને બે સ્ટોર રૂમ બનાવવામાં આવ્યા છે. આ જ પ્રકારે સમગ્ર ભવનમાં ફાયર સેફ્ટી, લિફ્ટ સહિતની સુવિધાઓ આવેલી છે.

સાથે જ અધિકારીઓ સાથે આવતા ગનમેન અને કમાન્ડો માટે પણ પુરુષ ડોરમેટ્રી અને સ્ત્રી ડોરમેટ્રીમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં તેમના વેપન્સ મૂકવા માટે ડ્રોવર પણ બનાવવામાં આવ્યા છે.

18 ડિસેમ્બરથી રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટિત કરી પોલીસ કર્મીઓ માટે આ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!