જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયેલ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા આકર્ષણનું કેન્દ્ર બની.

0
1017

Editorial Desk Dt.18/01/2023

GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક શેખ મોહમ્મદ સિદ્દીક યુસુફભાઈ અને તેમના મિત્ર દ્વારા બનાવેલી એપ્લિકેશન, ઓફલાઈન એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જેના પ્રેરક દાહોદ ડિડિઓ નેહાકુમારી, દાહોદ ડીપીઇઓ મયુર પારેખ તેમજ ટીપીઈઓ રામેશ્વર ગડરિયા, દાહોદ ડાયટ પ્રાચાર્ય મુનિયા સાહેબ બી.આર.સી. પ્રિયકાન્ત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં એપ્લિકેશનનું સંપૂર્ણ કોડિંગ હિરેનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, અને મિત્રો દ્વારા પ્રશ્નોત્તરી કરી અને આ દાહોદ જિલ્લાની એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જે એપ્લિકેશનને Play Store પર એપ્રુવ મળ્યું હતું.

ખુશીની વાત એ છે કે, આ એપ્લિકેશન ઓફલાઈન અને એપ્લિકેશન હોવાથી આખા ગુજરાતમાં ઘણા બધા શિક્ષકોએ ડાઉનલોડ કરી હતી. ઇનોવેશન ફેસ્ટિવલમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા આકર્ષણનો કેન્દ્ર બન્યું હતું. એ બદલ ડાયટના પ્રચાર્ય મુનીયા સાહેબ દ્વારા તેમનેસિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here