દાહોદ ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું.

0
689

  • પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા સહિત 51 જેટલા પ્રદેશ, ઝોન, જિલ્લાના પદાધિકારીઓની હાજરી.
  • દાહોદ નગર પાલિકાના વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખોની હાજરીમાં સુરેશદાસજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો.
  • જિલ્લા ભરમાંથી 200 કરતા વધુ પત્રકારોની હાજરી વચ્ચે યોજાયું સફળ અધિવેશન..

દાહોદ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા 24 મી ને શનિવારના રોજ સાંજે 4:00 કલાકે દાહોદ ગોધરા હાઇવે ઉપર આવેલ હોટેલ બાલાજીના હોલમાં પત્રકાર એકતા પરિષદનું દાહોદ જિલ્લાનું મહા અધિવેશન પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયું હતું. આ અધિવેશનમાં ભાગ લેવા 12 જિલ્લા પ્રમુખો, 12 પ્રદેશ હોદ્દેદારો, 6 ઝોનના પ્રભારી સહિત 50 કરતા વધુ મહેમાનો તેમજ દાહોદ નગર પાલિકાના પ્રમુખ,  ઉપ પ્રમુખ, પૂર્વ પ્રમુખો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ તથા વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં જિલ્લા અધિવેશન યોજાયું હતું.

સૌ પ્રથમ સુરેશદાસજી મહારાજ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખીચોખીચ ભરેલા હોલમાં પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહા મંત્રીઓ, મંત્રીઓ, ઝોન પ્રભારીઓ, જિલ્લા પ્રમુખો સહિત બહારથી આવેલ મહેમાનોનું સ્વાગત શબ્દો દ્વારા કરી, બુકે શાલ અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આમંત્રણથી પધારેલા નગર પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, સહિત મંચસ્થ આગેવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સ્વાગત સાથે સંગઠનની રૂપરેખા અમદાવાદ પ્રમુખ હસમુખભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી, તેમજ ઉપપ્રમુખ ગીરવાનસિહ સરવૈયાએ સંગઠનની ગાઈડલાઇન તેમજ વેબમાં ઓન લાઈન સભ્ય પદ મેળવવા સૌને હાકલ કરી હતી. તેમજ સંગઠનની કાર્ય પદ્ધત્તિ રજૂ કરી હતી. આ એક માત્ર પત્રકારોનું સંગઠન છે, જેની 33 જિલ્લામાં કારોબારી, 252 તાલુકામાં કારોબારી, મહિલા વિંગ અને લીગલ વિંગ સાથે 12 ઝોનના માળખા દ્વારા 10000 પત્રકારોનું સંગઠન નિર્માણ પામ્યું હોવાની તેમજ કોઈ પ્રકારની ફી આ સંગઠન ઉઘરવતું નહિ હોવાની વાત કરી હતી..

પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ જોશીલી ભાષામાં પત્રકાર એકતા પરિષદના સંગઠનના કામ સાથે કરેલી લડતો, સરકાર સમક્ષ રજૂ કરેલા 14 પ્રશ્નો, તેના માટે સરકાર સાથે કરેલી વાટાઘાટો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, દેશમાં સૌથી ખરાબ પત્રકારોની સ્થિતિ ગુજરાતમાં છે, જો સરકાર સમક્ષ રજૂ થયેલી માંગણીઓ સ્વીકૃત થાય તો પત્રકાર રાહતનો શ્વાસ લઈ શકે. કાર્યક્રમમાં ખાસ વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આદિવાસી પરંપરા મુજબ ફળિયું બાંધી શાલ ઓઢાડી, તીર કામઠા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દાહોદના પૂર્વ અને પ્રથમ પ્રમુખ હર્ષદ કલાલનું સન્માન ખાસ કિસ્સામાં પ્રદેશ અઘ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોની જવાબદારી વધી છે, ખભો વધુ મજબૂત કરવા હાકલ કરી હતી. આપણા પત્રકારો કે જેઓ જાહેરાત કરે છે, 750 ભરોને પત્રકાર બનો આવા વેપારી પત્રકારો એ પત્રકાર જગતને કલંકિત કર્યું છે. આવા લોકોને સંગઠનમાં નહિ જોડ્યાનું ગૌરવ લીધું હતું, આ સંગઠન પ્રમાણિક પત્રકારત્વની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરી તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે. તેનો ચિતાર રજૂ કર્યો હતો. આ અધિવેશનમાં ખાસ પંચમહાલ, છોટાઉદેપુર, લુણાવાડા, વડોદરા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી ખેડા સહિતના પત્રકારો, હોદ્દેદારો, મહિલા વિંગ, લીગલ વિંગના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકા પ્રમુખોને નિયુક્તિ પત્રો, જિલ્લા પ્રમુખને નિયુક્તિ પત્ર, લીગલ વિંગ અને મહિલા વિંગમાં નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા.

ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ પણ ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ વિશેનું સત્ય જાણી જરૂર પડ્યે સહકાર આપવા ખાતરી આપી હતી. અને પત્રકારો નેતૃત્વને જાગતું રાખે છે, જન સમસ્યાઓને વાચા આપે છે, શાસકોની આળસ ઉડાડે છે, પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં પ્રદેશ અઘ્યક્ષ દ્વારા રજૂ થયેલી સ્પષ્ટતાઓ, હૃદયનો ભાવ રજૂ કરતી જોવા મળી હતી.

કાર્યક્રમનું સુંદર સંચાલન, સ્વાગત અને છેલ્લે આભારવિધિ બાદ ઉપસ્થિત મહેમાનો, પત્રકારોને શાલ અને સ્મૃતિ ભેટ સ્વરૂપે લેપટોપ બેગનું વિતરણ કરી “અન્ન ભેળાં એના મન ભેળાં” કહેવતને સાર્થક કરતું સ્વરૂચી ભોજન લીધું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ કારોબારીના પ્રિતેશ ભાઈ પંચાલ, રાજેશભાઈ સિસોદિયા, રાકેશભાઈ, કલ્પેશભાઈ, ખંજનાબેન સહિત ટીમ દાહોદ દ્વારા સફળ આયોજન બદલ પ્રદેશ અધ્યક્ષે સૌને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. કોઈ કાર્યક્રમના વખાણ જ્યારે ઉપસ્થિત જનમેદની કે આગેવાનો વખાણે ત્યારે સફળતાના શિખર ચડ્યા કહેવાય..

 — લાભુભાઈ કાત્રોડીયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here