HomeDahodDevgadh Bariaદેવગઢ બારીયા નગરના બંધ ઐતિહાસિક ટાવરની ઘડિયાળના ડંકા ફરી ગુંજ્યા.

દેવગઢ બારીયા નગરના બંધ ઐતિહાસિક ટાવરની ઘડિયાળના ડંકા ફરી ગુંજ્યા.

દેવગઢ બારીયા, તા.29/11/2026

દેવગઢ બારીયા નગરમા સને 1919 માં નિર્મિત ઐતિહાસિક ટાવર લાંબા સમયથી બંધ રહેતા નગરના સમર્થકો અને નાગરિકો માટે લાંબા સમયની રાહત સાથે ફરી કાર્યરત કરાયો છે. નગરપાલિકા પ્રમુખ નીલ સોનીએ આ ટાવરને ફરી શરૂ કરવાનો મુખ્ય નિર્ણય લીધો હતો.

આ ભવ્ય કાર્યક્રમમાં દેવગઢ બારીયા રાજપરિવારની રાજમાતા ઉર્વશી દેવીજી અને ગજવિજય બાબાની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. પાલિકા અને નગરજનોની ભાગીદારી સાથે કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પૂરું થયું હતું. પ્રમુખ નીલ સોનીએ ટાવર વિશે જણાવ્યું હતું કે ટાવર માત્ર એક ઈમારત નથી, આ આપણા નગરની ઓળખ અને પૂર્વજોના વારસાનું પ્રતિક છે.

નગરપાલિકા ટાવરની સંભાળ, સાફસફાઈ અને જળ પુરવઠું જવાબદારીપૂર્વક કરશે. આજનો દિવસ બારીયાનાં જનતા માટે ગૌરવનો દિવસ છે. ટાવરના ડંકા ફરી વાગતાં જ સમગ્ર નગરમાં આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. નગરજનોમાં નવી આશા અને ભક્તિનો ભાવ ફેલાયો હતો.

કાર્યક્રમમાં નગરના અનેક આગેવાનો, નગરજનો, પાલિકાના સભ્યો, ચેરમેન તથા પાલિકાના તમામ અધિકારીઓ–કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામા સહિતની ટીમે સમગ્ર આયોજન સફળ બનાવ્યું હતું.

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments