નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ અને વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો.

0
441

નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં અનોખી રીતે ઇનામ વિતરણ અને વિદાય સમારંભનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

નવા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષકો, આચાર્ય દ્વારા નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર આપી કેક કાપીને વિદાય આપવામાં આવી હતી. તેમજ શાળાના સ્ટાફ મિત્ર તરફથી તિથિ ભોજન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરબાડા તાલુકાના આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી મહેશ પટેલ હાજર રહ્યા હતા. તેવો એ પણ ધોરણ છ થી આઠ ના તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપ્યું હતું. આસિસ્ટન્ટ ટીડીઓ મહેશ પટેલ દ્વારા બાળકોને ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ છ થી આઠમાં ભણતા બાળકોમાં ખૂબ જ સારું એવું નામ આખા વર્ષ દરમિયાન કર્યું હોય તેમજ એનએમએમએસ અને પીએસસી ની પરીક્ષા પાસ કરી હોય તેવા બાળકોને સિલ્ડ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કરી બાળકોએ વિદાય ગીત રજૂ કર્યા હતા અને અંતમાં બાળકોએ પોતાના ખર્ચે શાળાને ડિજિટલ ઘડિયાળ તેમજ એક ફ્રેમ ફોટો ફ્રેમ ભેટમાં આપી હતી. આ વિદાય સમારંભમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here