સંજેલી તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસાનો પાક નિષ્ફળ જતાં વળતર માટે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું.

0
76

અતિવૃષ્ટિના કારણે સંજેલી તાલુકાના ખેડૂતોનો ચોમાસાનો પાક નિષ્ફળ ગયો હોવાથી સ રકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.

સંજેલી તાલુકાની અંદર ભીલ પ્રદેશ કિસાન મોરચા સંજેલી અને આમ આદમી પાર્ટી સંજેલી તેમજ ખેડૂત ભાઈઓએ સંજેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમા જણાવ્યું છે કે, તારીખ 26/08/2024 ના રોજ ભારેથી અતિ ભારે વરસાદના કારણે અમારા સંજેલી તાલુકાના તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો હોવાથી સ્થળ ચકાસણી કરીને સર્વે કરી અને સરકાર તરફથી યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી. સંજેલી તાલુકાના સર્વ ખેડૂતોનો ભાઈઓ વતી અને ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર : વિજય ચરપોટ – સંજેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here