સુખસર, તા.28/11/2025
દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના પીપલારા ગામના 21 વર્ષીય યુવકને વોઇસ ચેન્જર એપથી યુવતીનો અવાજ કાઢી મળવા બોલાવીને તેને લૂંટ લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ ઈસમોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
સુખસર તાલુકાના પીપલારા ગામના યુવકને વોઇસ ચેન્જર એપથી યુવતીનો અવાજ કાઢી મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ ત્રણ ઇસમોએ એક લાખની લૂંટ ચલાવી હતી. મોબાઈલ મારફતે વોઇસ ચેન્જર એપથી મહિલાના અવાજે પ્રેમભરી વાતો કરી યુવકને બાનમાં લઈ લૂંટ ચલાવનાર ત્રણ ઇસમોની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા ત્રણ ઈસમોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ત્રણેય ઈસમો પાસેથી ચોરી લૂંટના વધુ પાંચ મોબાઇલ મળી આવ્યા છે. આરોપી દ્વારા ત્રણ યુવાનોને બાનમાં લઈ ચાંદીના કડા નંગ 2, મોબાઈલ અને રોકડ મળી 1,00,300 ની લૂંટ ચલાવી હતી. આ મામલે સુખસર પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.