Dahod Archives - Digital Dahod https://digitaldahod.in/category/dahod/dahod-dahod/ Step Towards Digital India Fri, 13 Dec 2024 10:23:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://digitaldahod.in/wp-content/uploads/2023/01/cropped-20230116_184342-1-e1673875247639-32x32.png Dahod Archives - Digital Dahod https://digitaldahod.in/category/dahod/dahod-dahod/ 32 32 દાહોદ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઝળકી. https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%a3%e0%aa%bf/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%a3%e0%aa%bf/#respond Fri, 13 Dec 2024 10:22:00 +0000 https://digitaldahod.in/?p=1418 ગરબાડા, તા.13/12/2024 GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ તરિકે કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ડો.કુબેરભાઈ ડીંડોર હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું […]

The post દાહોદ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઝળકી. appeared first on Digital Dahod.

]]>

ગરબાડા, તા.13/12/2024

GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ તરિકે કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ડો.કુબેરભાઈ ડીંડોર હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.

જેમાં નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક મોહમ્મદ સિદ્ધિક યુસુફભાઈ અને પટેલ તેજસકુમાર મહેશભાઈએ વિભાગ-૨ અને વિભાગ-૪ માં પોતાના બાળકો સાથે ભવિષ્ય માટે ટેકનોલોજીમાં કેવી રીતના લડી શકાય તેના માટેની કૃતિ રજૂ કરી હતી અને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કેવી રીતના કરી શકાય તેના માટે બાળકોએ રજૂઆત કરી હતી. જેમાં વિભાગ-2 અને વિભાગ-4 માં પ્રથમ ક્રમ મેળવી ગરબાડા તાલુકાનું અને નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું હતું. તે બદલ ગરબાડા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રામેશ્વર ગડરીયા, બી.આર.સી કો.ઓ.પ્રિયકાન્ત ગુપ્તા, સી.આર.સી. બી.આર.રાઠોડ, શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષણ જગત તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ ઝોન કક્ષાએ પણ ગરબાડા તાલુકા અને દાહોદ જિલ્લાનું નેતૃત્વ નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કરશે, ત્યારે ઝોન કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરે તે બદલ તેમને શુભેચ્છા પાઠવી હતી.

The post દાહોદ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઝળકી. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%a3%e0%aa%bf/feed/ 0
પીપલોદના બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર જિલ્લા જેલમાં મોકલાયો. https://digitaldahod.in/%e0%aa%aa%e0%ab%80%e0%aa%aa%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%81%e0%aa%9f%e0%aa%b2%e0%ab%87%e0%aa%97%e0%aa%b0-%e0%aa%9c%e0%aa%b6%e0%aa%b5%e0%aa%82%e0%aa%a4-%e0%aa%ad/ https://digitaldahod.in/%e0%aa%aa%e0%ab%80%e0%aa%aa%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%81%e0%aa%9f%e0%aa%b2%e0%ab%87%e0%aa%97%e0%aa%b0-%e0%aa%9c%e0%aa%b6%e0%aa%b5%e0%aa%82%e0%aa%a4-%e0%aa%ad/#respond Mon, 09 Dec 2024 12:42:29 +0000 https://digitaldahod.in/?p=1411 દાહોદ તા.09/12/2024 દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ વિસ્તારમા બેફામ રીતે પ્રતિબંધીત વિદેશી દારૂની હેરાફેરી અને અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા લીસ્ટેડ બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ અટકાયત કરી દાહોદ LCB પોલીસે ભાગનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે. દાહોદ જીલ્લો વિદેશી દારુની છુટછાટ ધરાવતા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર આવેલો જીલ્લો હોવાથી દાહોદ જીલ્લાના […]

The post પીપલોદના બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર જિલ્લા જેલમાં મોકલાયો. appeared first on Digital Dahod.

]]>
દાહોદ તા.09/12/2024

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ વિસ્તારમા બેફામ રીતે પ્રતિબંધીત વિદેશી દારૂની હેરાફેરી અને અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા લીસ્ટેડ બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ અટકાયત કરી દાહોદ LCB પોલીસે ભાગનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.

દાહોદ જીલ્લો વિદેશી દારુની છુટછાટ ધરાવતા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર આવેલો જીલ્લો હોવાથી દાહોદ જીલ્લાના બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપી અવનવા કિમીયાઓ અપનાવી, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનો ઉપયોગ કરી મોટા પ્રમાણમા વિદેશી દારુ ઘુસાડતા હોય છે, ત્યારે આવા બુટલેગરો અને અસામાજિક તત્ત્વોને ઝડપી પાડવા તેમજ આવી પ્રવૃત્તિઓમા વારંવાર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાગારોની ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામા આવતી હોય છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ પર રેડ પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ LCB પોલીસે પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ અને વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગર જશુ ઉર્ફે જશવંત ભીમજી ભરવાડ (રહે.પંચેલા, ભરવાડ ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) ની પાસા ધારા હેઠળ અટકાયત કરી હતી. ત્યારે આ આરોપીના દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા પાસા કાયદા હેઠળ વોરંટ ઈશ્યુ કરતાં જશુ ઉર્ફે જશવંત ભરવાડને દાહોદ LCB પોલીસે જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપ્યો છે.

The post પીપલોદના બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર જિલ્લા જેલમાં મોકલાયો. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%aa%e0%ab%80%e0%aa%aa%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%81%e0%aa%9f%e0%aa%b2%e0%ab%87%e0%aa%97%e0%aa%b0-%e0%aa%9c%e0%aa%b6%e0%aa%b5%e0%aa%82%e0%aa%a4-%e0%aa%ad/feed/ 0
દાહોદ જિલ્લા પોલીસ વડાએ 16 પોલીસ ઈન્સ્પેકટરોની આંતરિક બદલી કરી, જિલ્લાના આઠ પોલીસ મથકોમાં PI ની નિમણુંક કરાઇ. https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8-%e0%aa%b5%e0%aa%a1%e0%aa%be%e0%aa%8f-16-%e0%aa%aa/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8-%e0%aa%b5%e0%aa%a1%e0%aa%be%e0%aa%8f-16-%e0%aa%aa/#respond Wed, 04 Sep 2024 04:07:59 +0000 https://digitaldahod.in/?p=1383 દાહોદ જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા દાહોદ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો પર ફરજ બજાવતાં તેમજ અન્ય જીલ્લામાંથી દાહોદ ખાતે બદલીથી આવેલા પોલીસ ઈન્સ્પેક્ટરોની જીલ્લામાં જ આંતરીક બદલીઓ કરવામાં આવી છે. જેમાં એસ.ઓ.જી. શાખા દાહોદમાં ફરજ બજાવતાં એસ.એમ.ગામેતીને દાહોદ એલ.સી.બી.મા મુકવામા આવ્યા છે. દાહોદ ટાઉન એ-ડિવીઝન પોલીસ સ્ટેશન ના ડી.ડી.પઢીયારને સાયબર ક્રાઈમ બ્રાંચમા, લીવ […]

The post દાહોદ જિલ્લા પોલીસ વડાએ 16 પોલીસ ઈન્સ્પેકટરોની આંતરિક બદલી કરી, જિલ્લાના આઠ પોલીસ મથકોમાં PI ની નિમણુંક કરાઇ. appeared first on Digital Dahod.

]]>

દાહોદ જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા દાહોદ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો પર ફરજ બજાવતાં તેમજ અન્ય જીલ્લામાંથી દાહોદ ખાતે બદલીથી આવેલા પોલીસ ઈન્સ્પેક્ટરોની જીલ્લામાં જ આંતરીક બદલીઓ કરવામાં આવી છે.

જેમાં એસ.ઓ.જી. શાખા દાહોદમાં ફરજ બજાવતાં એસ.એમ.ગામેતીને દાહોદ એલ.સી.બી.મા મુકવામા આવ્યા છે. દાહોદ ટાઉન એ-ડિવીઝન પોલીસ સ્ટેશન ના ડી.ડી.પઢીયારને સાયબર ક્રાઈમ બ્રાંચમા, લીવ રીઝર્વ તરીકેના એ.એમ.કામળીયાને દાહોદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, પી.એ.જાડેજાને બી-ડીવીઝન પોલીસ સ્ટેશન, વી.પી.કનારાને દાહોદ રુરલ પોલીસ સ્ટેશન, દાહોદ ટાઉન બી-ડિવીઝનના કે.આર.રાવતને ગરબાડા પોલીસ સ્ટેશન, યુ.એમ.ગાવિતને કતવારા પોલીસ સ્ટેશન, બી.વી.ઝાલાને ધાનપુર પોલીસ સ્ટેશન, સી.પી.આઈ. દાહોદ એસ.વી.વસાવાને લીમખેડા પોલીસ સ્ટેશન, એન.કે.ચૌધરીને રણધીકપુર પોલીસ સ્ટેશન, એસ.એમ.રાદડીયાને સંજેલી પોલીસ સ્ટેશન, દાહોદ રુરલ પોલીસ સ્ટેશનના કે.સી.વાઘેલાને ફતેપુરા પોલીસ સ્ટેશન, સી.પી.આઈ ઝાલોદ એસ.સી.રાઠવાને ઝાલોદ પોલીસ સ્ટેશન, સી.પી.આઈ દેવગઢ બારીઆ કે.કે.રાજપુતને લીમડી પોલીસ સ્ટેશન, લીમખેડા પોલીસ મથકના જે.એમ.ખાંટને  ચાકલીયા પોલીસ સ્ટેશન જ્યારે એસ.એસ.વરુની દેવગઢ બારીઆ સી.પી.આઈ તરીકે બદલી કરવામા આવી.

પી.એસ.આઇ. માંથી પી.આઈ. કક્ષામા અપગ્રેડ થયેલા 9 પોલીસ મથકો માથી 8 મા પી.આઈ કક્ષાના અધિકારીઓની નિમણુંક કરવામા આવી છે. જેમા રણધીકપુર, ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, લીમડી, ચાકલીયા, કતવારા, ગરબાડા પોલીસ મથકોનો સમાવેશ થાય છે, જ્યારે દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનમા હજી પી.આઈ કક્ષાના અધિકારીની નિમણુંક કરવાની બાકી છે.

દાહોદ જીલ્લાના મોટા ભાગના પોલીસ મથકોને પી.એસ.આઈ. કક્ષામાંથી પી.આઈ. કક્ષામાં અપગ્રેડ કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર જીલ્લાના ચાર પોલીસ સ્ટેશનો જેસાવાડા, પીપલોદ, સાગટાળા અને સુખસર પોલીસ મથકોજ પી.એસ.આઇ. કક્ષના રહ્યા છે.

The post દાહોદ જિલ્લા પોલીસ વડાએ 16 પોલીસ ઈન્સ્પેકટરોની આંતરિક બદલી કરી, જિલ્લાના આઠ પોલીસ મથકોમાં PI ની નિમણુંક કરાઇ. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8-%e0%aa%b5%e0%aa%a1%e0%aa%be%e0%aa%8f-16-%e0%aa%aa/feed/ 0
દાહોદ ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું. https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%ab%87-%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%8f%e0%aa%95%e0%aa%a4%e0%aa%be-%e0%aa%aa/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%ab%87-%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%8f%e0%aa%95%e0%aa%a4%e0%aa%be-%e0%aa%aa/#respond Sun, 25 Feb 2024 13:51:33 +0000 https://digitaldahod.in/?p=1354 પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા સહિત 51 જેટલા પ્રદેશ, ઝોન, જિલ્લાના પદાધિકારીઓની હાજરી. દાહોદ નગર પાલિકાના વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખોની હાજરીમાં સુરેશદાસજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો. જિલ્લા ભરમાંથી 200 કરતા વધુ પત્રકારોની હાજરી વચ્ચે યોજાયું સફળ અધિવેશન.. દાહોદ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા 24 મી ને શનિવારના રોજ સાંજે […]

The post દાહોદ ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું. appeared first on Digital Dahod.

]]>

  • પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા સહિત 51 જેટલા પ્રદેશ, ઝોન, જિલ્લાના પદાધિકારીઓની હાજરી.
  • દાહોદ નગર પાલિકાના વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખોની હાજરીમાં સુરેશદાસજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો.
  • જિલ્લા ભરમાંથી 200 કરતા વધુ પત્રકારોની હાજરી વચ્ચે યોજાયું સફળ અધિવેશન..

દાહોદ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા 24 મી ને શનિવારના રોજ સાંજે 4:00 કલાકે દાહોદ ગોધરા હાઇવે ઉપર આવેલ હોટેલ બાલાજીના હોલમાં પત્રકાર એકતા પરિષદનું દાહોદ જિલ્લાનું મહા અધિવેશન પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયું હતું. આ અધિવેશનમાં ભાગ લેવા 12 જિલ્લા પ્રમુખો, 12 પ્રદેશ હોદ્દેદારો, 6 ઝોનના પ્રભારી સહિત 50 કરતા વધુ મહેમાનો તેમજ દાહોદ નગર પાલિકાના પ્રમુખ,  ઉપ પ્રમુખ, પૂર્વ પ્રમુખો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ તથા વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં જિલ્લા અધિવેશન યોજાયું હતું.

સૌ પ્રથમ સુરેશદાસજી મહારાજ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખીચોખીચ ભરેલા હોલમાં પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહા મંત્રીઓ, મંત્રીઓ, ઝોન પ્રભારીઓ, જિલ્લા પ્રમુખો સહિત બહારથી આવેલ મહેમાનોનું સ્વાગત શબ્દો દ્વારા કરી, બુકે શાલ અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આમંત્રણથી પધારેલા નગર પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, સહિત મંચસ્થ આગેવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સ્વાગત સાથે સંગઠનની રૂપરેખા અમદાવાદ પ્રમુખ હસમુખભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી, તેમજ ઉપપ્રમુખ ગીરવાનસિહ સરવૈયાએ સંગઠનની ગાઈડલાઇન તેમજ વેબમાં ઓન લાઈન સભ્ય પદ મેળવવા સૌને હાકલ કરી હતી. તેમજ સંગઠનની કાર્ય પદ્ધત્તિ રજૂ કરી હતી. આ એક માત્ર પત્રકારોનું સંગઠન છે, જેની 33 જિલ્લામાં કારોબારી, 252 તાલુકામાં કારોબારી, મહિલા વિંગ અને લીગલ વિંગ સાથે 12 ઝોનના માળખા દ્વારા 10000 પત્રકારોનું સંગઠન નિર્માણ પામ્યું હોવાની તેમજ કોઈ પ્રકારની ફી આ સંગઠન ઉઘરવતું નહિ હોવાની વાત કરી હતી..

પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ જોશીલી ભાષામાં પત્રકાર એકતા પરિષદના સંગઠનના કામ સાથે કરેલી લડતો, સરકાર સમક્ષ રજૂ કરેલા 14 પ્રશ્નો, તેના માટે સરકાર સાથે કરેલી વાટાઘાટો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, દેશમાં સૌથી ખરાબ પત્રકારોની સ્થિતિ ગુજરાતમાં છે, જો સરકાર સમક્ષ રજૂ થયેલી માંગણીઓ સ્વીકૃત થાય તો પત્રકાર રાહતનો શ્વાસ લઈ શકે. કાર્યક્રમમાં ખાસ વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આદિવાસી પરંપરા મુજબ ફળિયું બાંધી શાલ ઓઢાડી, તીર કામઠા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દાહોદના પૂર્વ અને પ્રથમ પ્રમુખ હર્ષદ કલાલનું સન્માન ખાસ કિસ્સામાં પ્રદેશ અઘ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોની જવાબદારી વધી છે, ખભો વધુ મજબૂત કરવા હાકલ કરી હતી. આપણા પત્રકારો કે જેઓ જાહેરાત કરે છે, 750 ભરોને પત્રકાર બનો આવા વેપારી પત્રકારો એ પત્રકાર જગતને કલંકિત કર્યું છે. આવા લોકોને સંગઠનમાં નહિ જોડ્યાનું ગૌરવ લીધું હતું, આ સંગઠન પ્રમાણિક પત્રકારત્વની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરી તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે. તેનો ચિતાર રજૂ કર્યો હતો. આ અધિવેશનમાં ખાસ પંચમહાલ, છોટાઉદેપુર, લુણાવાડા, વડોદરા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી ખેડા સહિતના પત્રકારો, હોદ્દેદારો, મહિલા વિંગ, લીગલ વિંગના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકા પ્રમુખોને નિયુક્તિ પત્રો, જિલ્લા પ્રમુખને નિયુક્તિ પત્ર, લીગલ વિંગ અને મહિલા વિંગમાં નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા.

ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ પણ ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ વિશેનું સત્ય જાણી જરૂર પડ્યે સહકાર આપવા ખાતરી આપી હતી. અને પત્રકારો નેતૃત્વને જાગતું રાખે છે, જન સમસ્યાઓને વાચા આપે છે, શાસકોની આળસ ઉડાડે છે, પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં પ્રદેશ અઘ્યક્ષ દ્વારા રજૂ થયેલી સ્પષ્ટતાઓ, હૃદયનો ભાવ રજૂ કરતી જોવા મળી હતી.

કાર્યક્રમનું સુંદર સંચાલન, સ્વાગત અને છેલ્લે આભારવિધિ બાદ ઉપસ્થિત મહેમાનો, પત્રકારોને શાલ અને સ્મૃતિ ભેટ સ્વરૂપે લેપટોપ બેગનું વિતરણ કરી “અન્ન ભેળાં એના મન ભેળાં” કહેવતને સાર્થક કરતું સ્વરૂચી ભોજન લીધું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ કારોબારીના પ્રિતેશ ભાઈ પંચાલ, રાજેશભાઈ સિસોદિયા, રાકેશભાઈ, કલ્પેશભાઈ, ખંજનાબેન સહિત ટીમ દાહોદ દ્વારા સફળ આયોજન બદલ પ્રદેશ અધ્યક્ષે સૌને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. કોઈ કાર્યક્રમના વખાણ જ્યારે ઉપસ્થિત જનમેદની કે આગેવાનો વખાણે ત્યારે સફળતાના શિખર ચડ્યા કહેવાય..

 — લાભુભાઈ કાત્રોડીયા.

The post દાહોદ ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%ab%87-%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%8f%e0%aa%95%e0%aa%a4%e0%aa%be-%e0%aa%aa/feed/ 0
દાહોદ જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા યોગેશ નિર્ગુડે. https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%b2%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%a4%e0%aa%b0%e0%ab%80/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%b2%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%a4%e0%aa%b0%e0%ab%80/#respond Thu, 01 Feb 2024 11:08:00 +0000 https://digitaldahod.in/?p=1305 બદલી પામનારા ડો.હર્ષિત ગોસાવીએ યોગેશ નિર્ગુડેને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા. IAS અધિકારી યોગેશ નિર્ગુડે એ આજે દાહોદ કલેકટર તરીકેનો પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનારા ડો.હર્ષિત ગોસાવીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને દાહોદ કલેકટર તરીકેનો ચાર્જ સોંપ્યો હતો. યોગેશ નિર્ગુડે મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા […]

The post દાહોદ જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા યોગેશ નિર્ગુડે. appeared first on Digital Dahod.

]]>

  • બદલી પામનારા ડો.હર્ષિત ગોસાવીએ યોગેશ નિર્ગુડેને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા.

IAS અધિકારી યોગેશ નિર્ગુડે એ આજે દાહોદ કલેકટર તરીકેનો પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનારા ડો.હર્ષિત ગોસાવીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને દાહોદ કલેકટર તરીકેનો ચાર્જ સોંપ્યો હતો.

યોગેશ નિર્ગુડે મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા છે. તેઓ મિતભાષી સ્વભાવ ધરાવે છે. દાહોદ કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે, ભાવનગર ખાતે રીજીનલ કમિશનર તરીકે તેમજ ભાવનગરમાં જ કલેકટર તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેઓએ નિયામક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને ભાવનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. છેલ્લે તેમણે, ગૃહ વિભાગમાં સેવાઓ આપી પોતાની ફરજ નિભાવી પોતાના આટલા કાર્યકાળની સેવા દરમ્યાન તેઓની હવે દાહોદ જિલ્લા કલેકટર તરીકે નિમણુંક થતાં તેઓએ આજે દાહોદ જિલ્લાનો ચાર્જ હાથમાં લીધો છે.

નવા કલેકટરના આગમન સાથે પૂર્વ કલેકટર ડો.હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, ASP કે.સિદ્ધાર્થ, ASP બીશાખા જૈન, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પ્રાંત અધિકારીઓ સહિત અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

The post દાહોદ જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા યોગેશ નિર્ગુડે. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%b2%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%a4%e0%aa%b0%e0%ab%80/feed/ 0
દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8/#respond Sun, 21 Jan 2024 10:44:09 +0000 https://digitaldahod.in/?p=1298 ૨૨ મી જાન્યુઆરીએ સમગ્ર દેશ અને રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં દિવાળી જેવો મહોત્સવ ઉજવાશે – મંત્રી મુકેશભાઇ પટેલ. યાત્રાના સ્વાગત પ્રસંગે આદિવાસી ઢોલ નગારાના તાલે મહાનુભાવો આદિવાસી નૃત્યમાં જોડાયા. સમગ્ર રાજ્યમાં આજથી પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે, ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે […]

The post દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન appeared first on Digital Dahod.

]]>
  • ૨૨ મી જાન્યુઆરીએ સમગ્ર દેશ અને રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં દિવાળી જેવો મહોત્સવ ઉજવાશે – મંત્રી મુકેશભાઇ પટેલ.
  • યાત્રાના સ્વાગત પ્રસંગે આદિવાસી ઢોલ નગારાના તાલે મહાનુભાવો આદિવાસી નૃત્યમાં જોડાયા.
  • સમગ્ર રાજ્યમાં આજથી પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે, ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે પહોચતા, દાહોદ જિલ્લા તંત્ર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ રાજય મંત્રી, મુકેશભાઇ પટેલ, અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અને પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને ‘વન સેતુ ચેતના યાત્રા’નો કાર્યક્રમ યોજાયો હતો.

    આ પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય દરેક લોકોને વન સાથે જોડવાનો છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સને ૨૦૨૩-૨૪ ના વર્ષમાં રૂ.૪૭,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે. આદિમજુથના લોકોને પીએમ જનમન યોજના થકી ૨૭ હજાર પરિવારોને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા, અને તાપી જિલ્લા વહીવટી તંત્રની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે.
    આદિવાસી પ્જા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્ર સ્તર સુધી પહોચાડવા વેચાણ માટેની સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે એમ તેમણે ઉમેયું હતું.

    આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, આપણી સરકાર લોકોની સમક્ષ જઈ લોકો સાથે મળીને કામ કરી રહી છે. આ કાર્યક્રમ થકી વીજળી, ઘર, શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તાઓ સહિત તમામ પાયાની સુવિધાઓ આપવાનું ભગીરથ કામ સરકારે કર્યુ છે. આપણા વિસ્તારના વિવિધ યોજના થકી પરિવારોને ઘરબેઠાં યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને સફળ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. વધુમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્નારા ગામે – ગામ જઈ ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓ પહોચાડવાનું કામ કર્યું છે.
    આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું ક, સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન દ્વારા ગત ૧૪ થી આગામી ૨૨ મી જાન્યુઆરી સુધી તમામ તીર્થ સ્થળો અને મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ઝુંબેશરૂપે ઉપાડી છે, ત્યારે તાપી જિલ્લામાં પણ સૌ કોઇને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા સાંસદે અપીલ કરી હતી.
    વધુમાં સાંસદે ઉમેર્યું હતું કે, શ્રી રામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે. ૫૦૦ વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોઇ ત્યારે આગામી ૨૨ મીએ આપણા રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં દિવાળી જેવા મહોત્સવની ઉજવણી કરવાની છે, એમ ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો.
    આ કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન તેમજ આભારદર્શન વન વિભાગના નાયબ વન સંરક્ષક અમિત નાયકે કર્યુ હતું. યાત્રાના સ્વાગત પ્રસંગે આદિવાસી ઢોલ નગારાના તાલે મહાનુભાવો આદિવાસી નૃત્યમાં જોડાયા હતા.
    આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવી, જિલ્લા પંચાયત પમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

     

    પ્રિયાંક ચૌહાણ, ચેનલ હેડ & એડિટર.

    The post દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન appeared first on Digital Dahod.

    ]]>
    https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8/feed/ 0
    વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. https://digitaldahod.in/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2/ https://digitaldahod.in/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2/#respond Wed, 09 Aug 2023 06:18:56 +0000 https://digitaldahod.in/?p=1251 ગરબાડા તા.૦૯/૦૮/૨૦૨૩ વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના રોજ આદિજાતિ પટેલીયા સમાજ દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના કુલ 32 ગામોમાં ગામ દીઠ 100 આંબા […]

    The post વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. appeared first on Digital Dahod.

    ]]>

    ગરબાડા તા.૦૯/૦૮/૨૦૨૩

    વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

    આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના રોજ આદિજાતિ પટેલીયા સમાજ દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના કુલ 32 ગામોમાં ગામ દીઠ 100 આંબા અને વ્યક્તિદીઠ એક આંબાની કલમ તેમાં પણ દિવ્યાંગ વ્યક્તિ અને વિધવા મહિલાઓને પ્રાથમિકતા આપી વલસાડથી કેસર કેરીના આંબાની કલમ લાવી તેનું વિતરણ તદ્દન ફ્રી એટલે કે નિશુલ્ક કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષથી દાહોદ જિલ્લા અલગ અલગ નવા નવા ગામોમાં / વિસ્તારમાં કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ ગરબાડા, દાહોદ અને ધાનપુર જ્યાં વિસ્તારોમાં ગ્રીનરી થાય લોકો ઘર આંગણે કેસર કેરી ખાતા થાય અને ભવિષ્યમાં જો આબોહવા માફક આવે તો આંબાવાડી કરી લોકો રોજગારી તરફ આગળ વધે અને એક ગ્રીન ક્રાંતિની શરૂઆત થાય બસ એ જ એક પ્રયાસ અનુલક્ષીને કાર્યક્રમ કરવામાં આવે છે.

    આ કાર્યક્રમમાં ગુજરાત અને અમુક મધ્યપ્રદેશના પટેલિયા સમાજના સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ, પ્રાઇવેટ નોકરી કરતા વ્યક્તિઓ, રિટાયરમેન્ટ તેમજ બિઝનેસ રોજગાર કરતા વ્યક્તિઓ દ્વારા આદિજાતિ પટેલીયા સમાજ ટ્રસ્ટ જેનો રજીસ્ટ્રેશન નંબર છે A-3333 તેમાં રજીસ્ટર થયેલા એકાઉન્ટ નંબરમાં ઓનલાઇન પેમેન્ટથી પૈસા નું સ્વેચ્છિક દાન લેવામાં આવે છે. કાર્યક્રમને અનુલક્ષીને સમાજના સભ્યો યથાશક્તિ દાન આપે છે. અને તમામના સહકારથી આ એક ભગીરથ કાર્ય કરવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા કેટલાક સમયથી કાર્યરત છે.

    અગાઉ પણ વિશ્વ આદિવાસી દિવસ માટે વડોદરામાં તમામ સમાજ એક થાય તેના માટે એક બાઈક રેલી કરી વ્યસન મુક્તિ, સ્ત્રી શિક્ષણ, આરોગ્ય વગેરે અને પ્રકૃતિના જતનનો મેસેજ આપ્યો છે. વડોદરા જેવા શહેરમાં ટ્રી પ્લાન્ટેશન, બ્લડ ડોનેશન કેમ્પ, પૂરગ્રસ્ત સ્થિતિમાં મેડિકલ કેમ્પ અને રાહત સામગ્રી સહાય સાથે સાથે કોરોના સમયમાં ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલ હતી તેમાં દર્દીઓને ગરમીમાં રાહત થાય તે માટે 50 ટેબલ ફેનનુ પણ દાન આપેલ છે. અને એ સમયે દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજમાં પણ 15 પંખાનું દાન આપેલ છે. સાથે સાથે અન્ય દાતાશ્રીના સહકારથી ગરબાડા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન કન્સન્ટ્રેશન મશીન તેમજ નાની મોટી સહાય કરેલ છે.

    આ સંસ્થાએ નોકરી માટેની તૈયારી કરતા દાહોદના વિદ્યાર્થીઓ માટે જીપીએસસીની મોક એકઝામનું પણ આયોજન કરી માર્ગદર્શન પૂરું પાડેલ છે. દાહોદ, ગરબાડા, ઝાલોદ, લીમખેડા કે વડોદરાની આસપાસથી આવતા દર્દીઓને જ્યાં પણ બ્લડની જરૂર પડે તો જે પ્રમાણે વ્યવસ્થા થાય એ પ્રમાણે મદદરૂપ થવું આ તમામ કામગીરી કરવામાં આવે છે. ઉપરોક્ત સંસ્થા તમામ કાર્ય લોકફાળા અને લોક ભાગીદારીથી કરતી સંસ્થા છે, અને દરેક સમાજ માટે કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષણ, રોજગાર અને આરોગ્ય અને પ્રકૃતિનું રક્ષણ અને પ્રકૃતિનું જતન કરવું.

    The post વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. appeared first on Digital Dahod.

    ]]>
    https://digitaldahod.in/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2/feed/ 0
    દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a8%e0%ab%8d/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a8%e0%ab%8d/#respond Tue, 20 Jun 2023 12:12:06 +0000 https://digitaldahod.in/?p=1235 દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 16 મી રથયાત્રા નીકળી. મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આજરોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા દાહોદ શહેરમા નીકળી હતી. દાહોદમાં આજે વહેલી સવારે હનુમાન બજાર સ્થિત રણછોડરાયજીના મંદિરેથી નીકળેલી 16 મી રથયાત્રામા મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોએ […]

    The post દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા appeared first on Digital Dahod.

    ]]>

    દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 16 મી રથયાત્રા નીકળી. મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

    આજરોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા દાહોદ શહેરમા નીકળી હતી. દાહોદમાં આજે વહેલી સવારે હનુમાન બજાર સ્થિત રણછોડરાયજીના મંદિરેથી નીકળેલી 16 મી રથયાત્રામા મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી, અને પહિંદ વિધિ કરી હતી, ત્યારબાદ રથને ખેંચીને રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

    રથયાત્રામા અખાડા તેમજ વિવિધ 20 જેટલી ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યુ હતુ. હજારોની સંખ્યામા ભક્તો રથયાત્રામા જોડાયા હતા, અને જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથના જયઘોષથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. રથયાત્રાને લઈ શહેરીજનોમા પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ, અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા એ નીકળ્યા હતા, ત્યારે ઘર બેઠા દર્શન આપવા આવેલા ભગવાનનું ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા સાથે સ્વાગત કરી ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

    The post દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા appeared first on Digital Dahod.

    ]]>
    https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a8%e0%ab%8d/feed/ 0
    દાહોદમાં દબાણ હટાવ કામગીરીને બે દિવસનો વિરામ અપાયો, બે દિવસ બાદ પુન: દબાણો દૂર કરવાનું શરૂ કરવામા આવશે. https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%be%e0%aa%a3-%e0%aa%b9%e0%aa%9f%e0%aa%be%e0%aa%b5-%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%97%e0%ab%80/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%be%e0%aa%a3-%e0%aa%b9%e0%aa%9f%e0%aa%be%e0%aa%b5-%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%97%e0%ab%80/#respond Thu, 18 May 2023 06:04:08 +0000 https://digitaldahod.in/?p=1209 દાહોદ તા.18/05/2023 દાહોદમાં દબાણ હટાવ કામગીરીને બે દિવસનો વિરામ અપાયો છે. દાહોદ શહેરમા સ્માર્ટ સીટી અંતર્ગત રસ્તાઓ પહોળા કરવાની કામગીરીના ભાગ રૂપે બુધવારના રોજ ગોવિંદ નગર સહિતના વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, શહેરમા સંખ્યાબંધ સ્થળે ઝુકાટો અને ઓટલા દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે લોકોએ જાતે જ ઓટલા અને ઝુકાટોના દબાણો દૂર […]

    The post દાહોદમાં દબાણ હટાવ કામગીરીને બે દિવસનો વિરામ અપાયો, બે દિવસ બાદ પુન: દબાણો દૂર કરવાનું શરૂ કરવામા આવશે. appeared first on Digital Dahod.

    ]]>

    દાહોદ તા.18/05/2023

    દાહોદમાં દબાણ હટાવ કામગીરીને બે દિવસનો વિરામ અપાયો છે.

    દાહોદ શહેરમા સ્માર્ટ સીટી અંતર્ગત રસ્તાઓ પહોળા કરવાની કામગીરીના ભાગ રૂપે બુધવારના રોજ ગોવિંદ નગર સહિતના વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, શહેરમા સંખ્યાબંધ સ્થળે ઝુકાટો અને ઓટલા દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે લોકોએ જાતે જ ઓટલા અને ઝુકાટોના દબાણો દૂર કરવાની વિનંતિ કરતા તંત્રએ આ ઝુંબેશને બે દિવસનો વિરામ આપ્યો હોવાનું મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે. દાહોદ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઇ રહી છે. ગોધરા રોડથી આરંભ કરવામા આવેલા આ અભિયાનમા પડાવ, માણેક ચોક, અંજુમન હોસ્પિટલની સામેથી લઈ સ્ટેશન રોડ વિસ્તારના કાચા, પાકા ગેરકાયદેસર દબાણો દુર કરવામા આવ્યા છે.

    વિવિધ વિસ્તારોમા લોકોએ જાતે જ ઝુકાટ દુર કરી દીધા, ત્યારે બુધવારે ગોવિંદ નગર સહિતના વિસ્તારોમાં કામગીરી કરાઇ હતી. ત્યારે લોકોએ પોતાની રીતે જ ઓટલા અને ઝુકાટ દૂર કરવાની બાહેંધરી આપતા તંત્રએ દબાણ હટાવ ઝુંબેશને બે દિવસનો વિરામ આપ્યો હોવાની જાહેરાત કરવામા આવી હતી. બે દિવસ બાદ પુન દબાણો દૂર કરવાનું શરૂ કરવામાં આવશે તેવું મામલતદાર મનોજ મિશ્રાએ જણાવ્યુ છે.

    The post દાહોદમાં દબાણ હટાવ કામગીરીને બે દિવસનો વિરામ અપાયો, બે દિવસ બાદ પુન: દબાણો દૂર કરવાનું શરૂ કરવામા આવશે. appeared first on Digital Dahod.

    ]]>
    https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%be%e0%aa%a3-%e0%aa%b9%e0%aa%9f%e0%aa%be%e0%aa%b5-%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%97%e0%ab%80/feed/ 0
    દાહોદમા IPL ની મેચ પર રમાતો લાખો રૂપિયાનો સટ્ટો ઝડપાયો, નગર સેવાસદનના કોર્પોરેટર સહિત પાંચ લોકો ઝડપાયા https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be-ipl-%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%ab%87%e0%aa%9a-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b2%e0%aa%be/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be-ipl-%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%ab%87%e0%aa%9a-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b2%e0%aa%be/#respond Wed, 17 May 2023 10:39:38 +0000 https://digitaldahod.in/?p=1206 દાહોદ દર્પણ ટોકિઝ રોડ ઉપર ખાનગી ફાઇનાન્સની ઓફીસમાંથી IPL ની મેચ ઉપર રમાતો લાખો રૂપિયા સટ્ટો પોલીસે ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરી દાહોદ નગર સેવા સદનના કોર્પોરેટર સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. દાહોદ બી ડિવિઝન પોલીસે રેડ પાડી દર્પણ ટોકીઝ રોડ સ્થિત એક ખાનગી ફાઇનાન્સની ઓફિસમાથી IPL ની મેચ પર […]

    The post દાહોદમા IPL ની મેચ પર રમાતો લાખો રૂપિયાનો સટ્ટો ઝડપાયો, નગર સેવાસદનના કોર્પોરેટર સહિત પાંચ લોકો ઝડપાયા appeared first on Digital Dahod.

    ]]>
    દાહોદ દર્પણ ટોકિઝ રોડ ઉપર ખાનગી ફાઇનાન્સની ઓફીસમાંથી IPL ની મેચ ઉપર રમાતો લાખો રૂપિયા સટ્ટો પોલીસે ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરી દાહોદ નગર સેવા સદનના કોર્પોરેટર સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે.

    દાહોદ બી ડિવિઝન પોલીસે રેડ પાડી દર્પણ ટોકીઝ રોડ સ્થિત એક ખાનગી ફાઇનાન્સની ઓફિસમાથી IPL ની મેચ પર રમાતો લાખો રૂપિયાનો સટ્ટો ઝડપી પાડયો છે. સાથે સાથે પોલીસે ત્રણ લાખની રોકડ, 19 મોબાઈલ, 2 લેપટોપ, તથા બે બાઇક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે લીધો છે.

    રેડ દરમિયાન દાહોદ નગર સેવા સદનના કોર્પોરેટર ઇસ્તિયાક અલી સોકત અલી સૈયદ સહિત અન્ય 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે, જ્યારે અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે તમામને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    The post દાહોદમા IPL ની મેચ પર રમાતો લાખો રૂપિયાનો સટ્ટો ઝડપાયો, નગર સેવાસદનના કોર્પોરેટર સહિત પાંચ લોકો ઝડપાયા appeared first on Digital Dahod.

    ]]>
    https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be-ipl-%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%ab%87%e0%aa%9a-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b2%e0%aa%be/feed/ 0