દાહોદ, તા.12/01/2026
દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં CSC એટલે કે, કોમન સર્વિસ સેન્ટરના ચલાવતા સંચાલકો માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
CSC VLE સેન્ટરના સંચાલકોને સરકારની યોજનાઓ, CSC દ્વારા આપવામાં આવતી સેવાઓ અને નવા નિયમોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. સરકારના નવા નિયમો પ્રમાણે ટ્રેનિંગ દરમિયાન ખાસ ભાર મૂકવામાં આવ્યો કે દરેક CSC સેન્ટર પર નીચેની વસ્તુઓ ફરજિયાત હોવી જોઈએ — CSC બેનર, પોલીસ ક્લિયરેન્સ સર્ટિફિકેટ,સર્વિસ ચાર્ટ, રેટ ચાર્ટ,રજિસ્ટર અને સૌથી મહત્વની વાત સંચાલકના બદલે બીજો કોઈ વ્યક્તિ કામ કરતો ન હોવો જોઈએ.
દાહોદ જિલ્લામાં ૨૬૦૦ થી વધુ CSC સેન્ટરો કાર્યરત છે. છેલ્લા કેટલાક સમયથી થયેલી ફરિયાદો અને તપાસના આધારે નિયમોનું પાલન ન કરનારા ૧૦૨ જેટલા CSC સેન્ટરોની ID બ્લોક કરવામાં આવેલ છે. જો કોઈ સંચાલક આ નિયમોનું પાલન નહીં કરે, તો તેમની CSC ID પણ બ્લોક કરી દેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આથી તમામ CSC સંચાલકોને સૂચના આપવામાં આવે છે કે, તાત્કાલિક તમારા CSC સેન્ટર પર બધા જરૂરી દસ્તાવેજો અને કોમન બ્રાન્ડિંગનું બેનર પોતાના CSC સેન્ટર પર ફરજિયાત લગાવવાનું રહેશે, જો CSC સેન્ટર પર ચેકીંગ દરમિયાન બેનર અને પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટના હોય તો તેમનું CSC ID પણ બ્લોક કરી દેવામાં આવશે જે સંપૂર્ણ જવાબદારી CSC VLE જવાબદારીની રહેશે.
વધારાની માહિતી લેવા માટે દાહોદ જિલ્લાના સી.એસ.સી મેનેજર કમલેશ ગણાવા તેમજ અજય શર્માનો સંપર્ક કરવાનો રહેશે.
