- દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમા આકાશમા દેખાયા આશ્ચર્યજનક દ્રશ્યો.
- હાર બંધ તારા જેવી કૃતિ જોવાતા લોકોમાં સર્જાયું કુતૂહલ.
દાહોદ શહેરમા આકાશમા રહસ્યમય લાઈટ દેખાતા લોકોમા કુતૂહલ સર્જાયુ હતુ. ટ્યુબ લાઇટની જેમ સીધી આકાશમાથી નીચે ઉતરતી જોવાઈ હતી. દાહોદ શહેર તેમજ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમા આવી રહસ્મય લાઈટ જોવા મળી હતી. રોકેટગતિએ જતા હાર બંધ તારા જેવી કૃતિ દેખાતા આકાશી કુતૂહલ જોવા મળ્યુ હતુ. આકાશમા શુ હતુ તે અંગે લોકોમા અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ વિસ્તારમા આ પ્રકારે આકાશમા દ્રશ્યો જોવા મળ્યા હતા.