વ્યાજખોર વિરુદ્ધની ઝુંબેશમા દાહોદ પોલીસે 18 ગુના દાખલ કરી 30 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

0
712
  • લોકોએ કુલ 9 લાખ 76 હજાર વ્યાજે લીધા હતા, તેના બદલામાં વ્યાજખોરોએ 1 કરોડ 56 લાખની વસૂલાત કરી લીધા પછી પણ 78 લાખ 35 હજારનુ બાકી લેણું કાઢી ઉઘરાણી કરતાં હતા.
  • પોલીસે વ્યાજખોરો પાસેથી પાસબુક, કોરા ચેકો અને 150 ગ્રામ સોનુ, 160 ગ્રામ ચાંદી, સ્ટેમ્પ સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો.
  • પોલીસની કાર્યવાહીથી ભોગ બનનાર નાગરિકોમા સંતોષની લાગણી.
  • ઉંચુ વ્યાજ વસુલતા લોકો વિરુદ્ધ લોકો ફરિયાદ કરશે તો કડકમા કડક કાર્યવાહી કરવામા આવશે.

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી વ્યાજખોરોની ચુંગાલમાથી સામાન્ય લોકો બહાર આવે તેના માટેની ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામા કુલ 52 લોકદરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવવા પોલીસે લોકોને અપીલ કરતા વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોએ અલગ અલગ પોલીસ મથકોમા ફરિયાદ આપતા પોલીસે કુલ 18 ગુના દાખલ કરી 30 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. 18 ગુનામા લોકોએ કુલ 9 લાખ 76 હજાર વ્યાજે લીધા હતા, તેના બદલામાં વ્યાજખોરોએ 1 કરોડ 56 લાખની વસૂલાત કરી લીધા પછી પણ 78 લાખ 35 હજારનુ બાકી લેણું કાઢી ઉઘરાણી કરતાં હતા. પોલીસે વ્યાજખોરો પાસેથી પાસબુક, કોરા ચેકો અને 150 ગ્રામ સોનુ, 160 ગ્રામ ચાંદી, સ્ટેમ્પ સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

પોલીસની કાર્યવાહીથી ભોગ બનનાર નાગરિકોમા સંતોષની લાગણી જોવા મળી રહી છે અને પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકારની ઝુંબેશ કાયમી ધોરણે ચાલશે. ઉંચુ વ્યાજ વસુલતા લોકો વિરુદ્ધ લોકો ફરિયાદ કરશે તો કડક મા કડક કાર્યવાહી કરવામા આવશે.

તદુપરાંત પોલીસ દ્વારા આગામી સમયમા લોનમેળાનુ પણ આયોજન કરવામા આવશે, જેમા તમામ બેન્કોના અધિકારીઓ ઉપસ્થિત રહી લોકોને લોન મેળવવા માટે પડતી મુશ્કેલીઓનુ સમાધાન કરશે. અને લોન માટેના નિયમો વિશે માહિતગાર કરશે, અને લોન મેળવવા માટે સરળતા રહે તે માટે પ્રયાસ હાથ ધરવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here